કોંગ્રેસની લેખિત માગ પુરી કરવા કવાયત:હિંમતનગરમાં ભાજપના બેનર નીચે ભૂલતા નહીંનું બેનર હટાવવા ચૂંટણી અધિકારીને કોંગ્રેસ દ્વારા લેખિત માગ કરાઈ

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ દ્વારા બેનરો લગાવામાં આવે છે, ત્યારે હિંમતનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભૂલતા નહીંના બેનરો લગાવેલા છે. જે બેનરો ઉતારવા ચૂંટણી અધિકારીને કોંગ્રેસ દ્વારા લેખિત માગ કરાઈ છે. ત્યારે આ બેનરો ઉતારવાની કામગીરી શરુ થઈ ગઈ છે.

તાત્કાલિક ધોરણે હોર્ડિંગો દૂર કરવા લેખિત માગ કરાઈ
આ અંગેની વિગત એવી છે કે, વિધાનસભા-2022 ચૂંટણીમાં હિંમતનગર વિધાનસભામાં ચૂંટણી આયોગ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી આયોગ દ્વારા બેનર પર જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેમાં ભુલતા નહીં લખવામાં આવ્યું છે. જે બેનર પર ચૂંટણી આયોગનું કોઈ ચિન્હ અથવા સાબરકાંઠા જિલ્લા ચૂંટણી આયોગ વિભાગ લખવામાં આવ્યું નથી. તથા શહેરના મહાવીરનગર ચાર રસ્તા પર આવેલું ભારતીય જનતા પાર્ટીના હોર્ડિંગના બિલકુલ નીચે ચૂંટણી આયોગનું હોર્ડિંગ લગાવેલું છે. તે તાત્કાલિક ધોરણે હોર્ડિંગો દૂર કરવા ચૂંટણી અધિકારીને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના જનરલ મંત્રી કુમાર ભાટે લેખિત માગ કરી છે. ત્યારે આ બેનરો ઉતારવાની કવાયત શરુ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...