વિવાદ:હિંમતનગરના વણઝારાવાસમાં પૈસાની લેતી દેતીમાં માર માર્યો

હિંમતનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાફા મારી મોબાઈલ અને રૂ. 4800 ઝુંટવી લીધા

હિંમતનગર શહેરના વણઝારાવાસમાં શુક્રવારે બપોરે પૈસાની લેતી દેતી મામલે શેઠના કહેવાથી પૈસા ઉધાર લેનાર વ્યક્તિની માતા સાથે વાત કરવા ગયેલ શખ્સને માતા અને પુત્ર બંનેએ ભેગા મળી જાતિ વિષયક અપશબ્દો બોલી માર મારતા બી ડિવિઝન પોલીસે બંને વિરુદ્ધ એટ્રોસિટી સહિતનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના દુર્ગા બજારમાં આવેલ બાલાજી નામની સિધ્ધરાજસિંહ પદમસિંહ રહેવરની ઓફિસમાં નોકરી કરતા યતીનકુમાર ધરમાભાઈ વણકર તારીખ 17/03/23 ના રોજ હાજર હતા તે દરમિયાન કુણાલકુમાર લાલાજી વણઝારા નામનો યુવક આવ્યો હતો અને તેને રૂ.4 લાખ જમા કરાવવાનો વાયદો પૂરો થઈ ગયો હોય બીજી મુદત લેવા આવતા સિધ્ધરાજસિંહે ચાર માસનો વાયદો કર્યો હતો.

છતાં પૈસા પરત આપ્યા નથી હવે નવી તારીખ મુજબ આપશો તેની શું ખાતરી તેવું કહેતા કુણાલે કહ્યું હતું કે મારી મમ્મી સાથે વાત કરાવી દઉં છું જેથી કુણાલની મમ્મી લક્ષ્મીબેન સાથે વાત કરી તેમને ઓફિસ બોલાવતા કહ્યું હતું કે મારો દીકરો કુણાલ મને લેવા આવશે તો જ હું આવીશ એવું કહેતા સિધ્ધરાજસિંહના કહેવાથી યતીનકુમાર કુણાલની સાથે તેના ઘેર ગયા હતા અને કુણાલ ઘરમાં ગયા બાદ તેની માતા અને કુણાલે બંને જણાએ યતીનકુમારને માર મારવાનો ચાલુ કર્યો હતો.

કવરમાં રૂપિયા 4800 મુકેલા હતા બી ડિવિઝન પોલીસે કૃણાલ કુમાર લાલાજી વણઝારા, લક્ષ્મીબેન લાલાજી વણઝારા અને પ્રકાશ નામના શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...