4 વિરુદ્વ ગુનો નોંધાયો:ઇડરની સવગુણ નગર સોસાયટીમાં મહિલાને માર મારીને પગ ભાગ્યો

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા-પિતા પુત્રને ઘેર રોકાવા આવ્યા હતા : પોલીસે 4 જણા વિરુદ્વ ગુનો નોંધ્યો

ઇડરની સવગુણ નગર સોસાયટીમાં રહેતા પુત્રને ત્યાં રોકાવા આવેલ માતા પિતા પૈકી માતાને મકાનની પાછળના ભાગે રહેતા પરિવારના ચાર જણાએ ઘરમાંથી બહાર નીકળી ઘરનો પાછળનો દરવાજો કેમ ખોલો છો કહી અપશબ્દો બોલી નીચે પાડી દેતા પગે સાથળના ભાગે ફેક્ચર થતા ઇડર પોલીસ સ્ટેશનમાં પુત્ર એ ફરિયાદ નોંધાવી હતી.

કિરીટકુમાર વાલજીભાઇ રાઠોડ(રહે. સવગુણ નગર સોસાયટી, ઇડર) ના માતા ધુળીબેન અને પિતા વાલજીભાઇ તેમના ઘેર રોકાવા માટે આવ્યા હતા અને રાતવાસો રોકાયેલા હતા અને તા.26/07/22 ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના સુમારે કિરટકુમારના ઘરની પાછળ નો દરવાજો ખોલીને તેમની માતા ધુળીબેન બહાર ગયા હતા.

તે દરમિયાન મકાનની પાછળ રહેતા શીતલબેન રાજુભાઇ વણકર, તેમના પતિ રાજુભાઇ વણકર, રાજુભાઇની સાળી ઇશીતાબેન તથા રાજુભાઇના સાસુ (બંને રહે. સ્વપ્નદિપ સોસા.ઇડર) એ ધુળીબેનને જોતા ઘરમાંથી બહાર નીકળી ઘરની પાછળનો દરવાજો કેમ ખોલો છો? કરી અપશબ્દો બોલ્યા હતા અને બધાએ ભેગા મળી ધુળીબેનને માર માર્યો હતો તેમજ ધક્કો મારતા ધુળીબેન નીચે પડી જતા કિરીટભાઇની પત્ની રીંકલબેન તથા પિતાજી વાલજીભાઇ એ આવી પકડીને ઘરમાં લાવ્યા બાદ જમણા પગના સાથળના ભાગે ફેક્ચર થયાનુ જણાતા 108 દ્વારા સારવાર અર્થે લઇ જતા તબીબે ફેક્ચર થયુ હોવાથી ઓપરેશન કરવાનુ કહ્યા બાદ કિરીટકુમારે ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...