અપહરણ:હિંમતનગરના પુરુષોત્તમનગરમાં મહિલાનું અપહરણ કરી મૂઢ માર્યો

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી પીલવાઈ લઈ ગયા હતા

મહેસાણાથી કુટુંબની દેવીનું મંદિર હિંમતનગર તાલુકાના પુરુષોત્તમ નગર આવેલ હોય દર રવિવારે દર્શન કરવા આવતી મહિલાને અન્ય મહિલા અને તેના સગાવાલાઓએ પતિ સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી અપહરણ કરી લઈ જઈ મૂઢમાર માર્યા બાદ પરત પુરુષોત્તમનગર લાવી રૂમમાં પૂરી દઈ ફરીથી પુરુષોત્તમનગર આવીશ તો જાનથી મારી નાખીશું ની ધમકી આપતા રૂરલ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલાએ 13 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

મહેસાણાની શહેરની સહજાનંદ સોસાયટીમાં રહેતા મોનાબા વા/ઓ બાપુસિંહ કેસરીસિંહ ઝાલાના પતિ બેએક વર્ષથી ગુમ થઈ ગયા છે અને તેમની કુટુંબની દેવીનું મંદિર પુરુષોત્તમ નગર ખાતે આવેલ હોવાથી દર રવિવારે મોનાબા મહેસાણાથી દર્શન કરવા આવે છે ગત 4/09/22ના રોજ પણ તેઓ મહેસાણા થી પુરષોત્તમનગર આવ્યા હતા અને માતાજીના દર્શન કરી બહેનના ઘેર બેઠા હતા તે દરમિયાન બપોરે દોઢેક વાગ્યાના સુમારે તેમના કુટુંબી કાકાજીનો દીકરો મહાવીર સિંહ પ્રવિણસિંહ ઝાલા પણ દર્શન કરવા આવ્યો હતો અને કહ્યું હતું કે તમારે મહેસાણા જવું હોય તો હું તમને હાજીપુર સુધી લઈ જઈશ.

મહાવીરસિંહની માતા સોવનબેન પ્રવીણસિંહ ઝાલા કારમાંથી ઉતરીને આવ્યા હતા અને મારે તારી સાથે એક વાતની ચોખવટ કરવાની છે તું કારમાં બેસી જા તેમ કહી હાથ પકડી કારની પાછળની સીટમાં મોનાબાને બેસાડી દીધા હતા અને બાજુમાં ભારતીબેન અજયસિંહ અમરસિંહ પરમાર તથા આગળની સીટમાં ભારતીબેનના પતિ અજયસિંહ અને પરસોત્તમનગર ગામનો ચકોભાઈ સુથાર નામનો શખ્સ બેઠેલો હતો મોનાબાએ સોવનબેનને પૂછ્યું હતું કે તમારે શું વાત કરવી છે ત્યારે સોવનબેને કહેલ કે તું મારી સાથે ગોજારીયા ભુવાજી પાસે ચાલ તું મારા ધણીના પૈસા ખાય છે મારે ચોખવટ કરવાની છે

જેથી મોનાબાએ કહ્યું હતું કે કઈ વાંધો નહીં ચાલો અને મોનાબાને હિંમતનગર થઈ બાયપાસ રોડથી વિજાપુર રોડ ઉપર આગળ વધી પિલવાઈથી આગળ કાર ઉભી રાખી હતી અને ફોન કરી સોવનબેનના ભાઈ નરેશસિંહ છગનસિંહ સોલંકી જીતેન્દ્રસિંહ છગનસિંહ સોલંકી હરેશસિંહ છગનસિંહ સોલંકી લક્ષ્મીબેન નરેશસિંહ સોલંકી (તમામ રહે.જૂના માલગઢ તાલુકો ડીસા)તથા રમીલાબેન દીપસિંહ ઝાલા અક્ષય દિપસિંહ ઝાલા (રહે.માલગઢ ડીસા) તેમજ સંજયસિંહ મનુસિંહ ચૌહાણ (રહે.સાટોડિયા તા. સતલાસણ)વગેરેને બોલાવી લીધા હતા અને મોબાઈલ તથા પર્સ પડાવી લીધું હતું.

13 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ
સાંજે સાતેક વાગ્યાના સુમારે પરસોત્તમ નગર ખાતે પ્રવિણસિંહના ઘેર લઈ ગયા હતા અને ઊંચકીને બીજા રૂમમાં લઈ જઈ પૂરી દીધા હતા તમામે વારાફરતી માર માર્યો હતો અને પ્રવિણસિંહ સાથે કોઈ સંબંધ હવે રાખીશ કે ગામમાં દેખાઇ છે તો તારા ટુકડા કરી કેનાલમાં ફેંકી દઈશુંની ધમકીઓ આપી એકાદ કલાક બાદ છોડી મૂક્યા હતા મોનાબાની ફરિયાદને આધારે રૂરલ પોલીસે 13 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...