લૂંટ:ઇડરમાં મહિલાના ગળામાંથી પોણા બે તોલાના સોનાના દોરાની તફડંચી

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડર બસ સ્ટેન્ડમાં મહિલા બસમાં ચડવા જતાં ગઠિયો દોરો ખેંચી ગયો

ઇડર બસ સ્ટેન્ડમાં અમદાવાદ જવા બસમાં ચડતા મહિલાના ગળામાંથી અજાણ્યા 40 વર્ષીય શખ્સે ભીડનો લાભ લઇ સોનાનો પોણા બે તોલાનો દોરો તોડી લઇ જતાં મહિલાએ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તા.21-05-22 ના રોજ નજમાબાનુ સરતાજમીયા ચાવડા (રહે.મક્કાનગર સોસા. વેજલપુર અમદાવાદ) ઇડરમાં તેમના ભાણીયા અબ્દુલમીયાની દીકરીના લગ્ન હોઇ સવારે અગિયારેક વાગ્યે આવ્યા હતા અને લગ્નમાં હાજરી આપી પરત અમદાવાદ જવા બપોરના અઢી વાગ્યે ઇડર ડેપો બસ સ્ટેન્ડ પર આવ્યા હતા અને બસની રાહ જોઇ ઉભા હતા.

તે દરમિયાન 2:45 વાગ્યે પોશીના - ધોળકા વાયા અમદાવાદની બસ આવતા બસમાં બેસવા જતા ભીડ હોઇ અને ત્યાં એક આશરે 40 વર્ષીય શખ્સ માથામાં ગરમીમાં પહેરવાની ટોપી પહેરલ ઉભો હોઇ અને તે દરવાજા પાસે આડો હાથ મૂકી ઉભો હતો. તે દરમિયાન નજમાબાનુ તેના હાથ નીચે થઇ બસમાં ચડી ગયા હતા ત્યારબાદ અમદાવાદ ઘેર આવી જોતા ગળામાં પહેરેલ પોણા બે તોલાનો સોનાનો દોરો ન હતો અને બસમાં ચડવા દરમિયાન આ શખ્સે જ તેના મળતિયાઓ સાથે મળી ચોરી કરી લઇ લીધો હોવાનું જણાતાં ઇડર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા 40 વર્ષીય શખ્સ વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...