હિંમતનગરના તખતગઢ નજીકની એગ્રોસીડ્સમાંથી એક સપ્તાહ અગાઉ મગફળીનુ રૂ.23,72,300 નું બિયારણ ખરીદી રાજસ્થાનના સીકરમાં મોકલવા ટ્રકમાં ભરાવ્યા બાદ ટ્રક ચાલક છૂમંતર થઇ જતા ગાંભોઇ પોલીસે ગુનો નોંધ્યો છે. નોંધનીય છે કે ત્રણેક સપ્તાહ અગાઉ પણ નિકોડાથી લાખોનું લોખંડ ભરીને ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તખતગઢ નજીક મગફળીના બિયારણનું કામ કરતી કલ્યાણ એગ્રોસીડ્સમાંથી તા.10-05-22 ના રોજ હીરેન રમેશ ચોવટીવા (રહે. કોટડા પીઠ્ઠા તા. બાબરા જી.અમરેલી હાલ રહે. સહયોગ સોસાયટી કલોલ જી. ગાંધીનગર) એ પોતાની કંપની સયાજી સીડસ એલ એલ પીના મગફળીના દાણા રાજસ્થાનના જયપુર - સીકર ખાતે મોકલવાના હોઇ ટ્રાન્સપોર્ટરના માધ્યમથી ટ્રક નં. આર.જે-05-જી.બી-2649 માં સાંજે સાડા સાતેક વાગ્યે સયાજી -3010 નામની વેરાયટીનું બિયારણ 15260 કિલો કિ.રૂ.23,72,300 નુ લોડ કરાવી ચાલક ખુર્શીદ ફતાન સાથે ભાડુ વગેરે નક્કી કરી રવાના કર્યો હતો. બીજા દિવસે ટ્રક સીકર ન પહોંચતા ટ્રાન્સપોર્ટર સાથે પણ વાત કરી હતી અને બે દિવસની શોધખોળ દરમિયાન ટ્રક ચાલકે મોબાઇલ સ્વીચ ઓફ કરી ગાયબ થઇ જતા ચાલક વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.