હિંમતગરના રાયગઢમાં સંસ્કાર ગુર્જરી - ગૌભક્ત અને ગૌરક્ષક દ્વારા રખડતી બીમાર ગાયો માટે નિવાસ સ્થાન અને સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. સંસ્કાર ગુર્જરી ટ્રસ્ટ ગૌભક્ત અને ગૌરક્ષક મેહુલસિંહ મકવાણા દ્વારા રાયગઢ ગામે રખડતી અને ભટકતી તેમજ બીમાર ગાયો માટે સારવાર કેન્દ્ર અને નિવાસ્થાન માટેનું શુભારંભ મહાકાલી મંદિરના મહંત ઉદયગીરી તથા સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના સરકારી અમલીકરણ પ્રભારી અને સંસ્કાર ગુર્જરી પ્રમુખ અતુલભાઇ દીક્ષિતના હસ્તે ગાય માતાનું પૂજન કરી ગોળ ખવડાવી કરાયુ હતું.
આ પ્રસંગે રાયગઢના સરપંચ જેસીંગભાઇ તથા બ્રહ્મ અગ્રણીઓ અતુલભાઇ ભટ્ટ, હિતેશભાઈ જોશી, ક્ષત્રિય અગ્રણી ભગીરથસિંહ જાડેજા, અનિલભાઈ ભોઈ, જેસલભાઈ ઓડ હાજર રહ્યા હતા. ચંદુસિંહ મકવાણાના પરિવાર દ્વારા સૌ આવેલ ગૌભક્તોને કુમકુમ તિલક કરી સન્માન કરાયુ હતું. રોજ રોજ અંધારે અંદાજે 30 થી 40 ગાયો આ સેવાનો લાભ લઇ રહી છે. ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિતે ગાય માતાને મફત દવાઓ આપનાર હિંમતનગરના બ્રહ્મ સમાજના મિતુલભાઈ વ્યાસને અભિનંદન આપી બિરદાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.