• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • A Total Of 16 Sakhi Mandals Were Allocated Space By The Himmatnagar Municipality, The Sakhi Mandals Made Stalls At Their Own Expense And Started Rakhi Stalls.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ:કુલ 16 સખી મંડળોને હિંમતનગર પાલિકાએ જગ્યા ફાળવી,  સખી મંડળે સ્વખર્ચે રાખડીના સ્ટોલ શરૂ કર્યા

સાબરકાંઠા (હિંમતનગર)11 દિવસ પહેલા
  • ભાજપ મહિલા મોરચા અને નગરપાલિકાના સદસ્યોએ રાખડીની ખરીદી પણ કરી

સાબરકાંઠા જીલ્લાના હિમતનગરમાં ટાવર ચોકમાં પાલિકા સખી મંડળ વહારે આવી છે. જાતેજ રાખડી બનાવતા સખી મંડળોને પાલિકાએ જગ્યા ફાળવી આપી હતી, જ્યાં સ્વખર્ચે રાખડીનો સ્ટોલ બનાવવામાં આવ્યો છે. જેના પગલે રાખડીનો સ્ટોલ અને શરૂ થયો હતો. સખી મંડળનો રાખડીઓના મેળાને લઈને રાખડીના વેચાણમાં થતી આવક સખી મંડળને થશે.

16 સખી મંડળોને રાખડીના સ્ટોલ ઉભા કરવા પાલિકાએ જગ્યા ફાળવી
હિંમતનગરના ટાવર ચોકથી રેલ્વે સ્ટેશન રોડ પર આજે સોમવારે સખી મંડળ દ્વારા રાખડીઓના સ્ટોલ શરૂ કરવામાં આવ્યા હતા. જેનો પ્રારંભ પાલિકાના પ્રમુખે કરાવ્યો હતો. તો સખી મંડળમાં જાતે જ મહિલાઓ એકઠી થઈને અલગ અલગ વસ્તુઓ બનાવતા હોય છે અને જે આવક થાય તેના થકી સખી મંડળોની સભ્યોને ફાળે આવે છે. નગરપાલિકાના પ્રમુખ યતીનીબેન પટેલ જણાવ્યું હતું કે હિંમતનગર નગરપાલિકાની 11 અને જીલ્લા ગ્રામ વિકાસની 5 મળી કુલ 16 સખી મંડળોને રાખડીના સ્ટોલ ઉભા કરવા પાલિકાએ જગ્યા ફાળવી આપી છે, જ્યાં સખી મંડળે સ્વખર્ચે સ્ટોલ બનાવી રાખડીના સ્ટોલ શરૂ કર્યા છે.

રાખડીઓ સ્ટોલમાં વેચાણ માટે મુકવામાં આવી
ગૃહઉદ્યોગ થકી અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરી વેરાઈટી રાખડીઓ સખીમંડળ દ્વારા બનાવવામાં આવી છે, જે રાખડીઓ સ્ટોલમાં વેચાણ માટે મુકવામાં આવી છે. તો સખી મંડળની બહેનો દ્વારા સ્ટોલનો પ્રારંભ કરાવવા આવેલા તાલુકા પંચાયતના પ્રમુખ અને પાલિકા પ્રમુખને રાખડી બાંધવામાં આવી હતી. તો ભાજપ મહિલા મોરચા અને નગરપાલિકાના સદસ્યોએ રાખડીની ખરીદી પણ કરી હતી. આ પ્રસંગે ભાજપના કૌશલ્યાકુંવરબા, હંસાબેન પિત્રોડા, નિર્મલાબેન પંચાલ, પાલિકા સદસ્ય જાનકી રાવલ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...