પગ લપસતા જીવ ગયો!:હિંમતનગરના વોટડા ગામે ખેતરમાં ટિફિન આપવા આવેલો પુત્ર કૂવામાં પડ્યો; પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના વોટડા ગામે ખેતરમાં પિતાને ટિફિન આપવા આવેલો પુત્ર કૂવામાં લપસી પડતા મોત નીપજ્યું હતું. આ અંગે ગાંભોઈ પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પગ લપસતા યુવાન કૂવામાં પડ્યો
ગાંભોઈ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હિંમતનગરના ગાંભોઈ પોલીસ સ્ટેશને કાંતિસિંહ છગનસિંહ પરમારે જાણ કરી હતી કે સોમવારે મારો પુત્ર વિહતસિંહ પરમાર ઉંમર વર્ષ ૨૨ને સવારે 11 વાગે સુમારે વોટડા ગામની સીમમાં આવેલ ગામ તળિયા વાળાના નામથી ઓળખાતા કુવામાં પગ લપસી જતા કુવામાં પડ્યો અને પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. યુવક પડી જતા તાત્કાલિક ગ્રામજનોએ તેને બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો. આ અંગે હિંમતનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ઓફિસર રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વોટડા ગામેથી કોલ આવ્યો હતો કે કુવામાં યુવાન ડૂબી ગયો છે તેને લઈને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વિહતસિંહના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ગાંભોઈ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ગાંભોઈ સરકારી દવાખાને ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...