હિંમતનગરના કાટવાડ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓને સ્તનપાનની યોગ્ય રીત અને ફાયદા તથા માંદગી દરમિયાન અને માંદગી બાદ સ્તનપાનના ફાયદા, માતા-બાળકોને ઉપરી આહાર મહત્વ બાબતે માર્ગદર્શન આપ્યુ હતુ. આરોગ્ય શાખા અને આઈ.સી.ડી.એસ. શાખા સાબરકાંઠા જિલ્લા પંચાયત તથા વૃદ્ધિ પ્રોજેકટના સહયોગથી સમગ્ર જિલ્લાના 176 કેન્દ્રો પર માતા, શિશુ અને બાળકોના પોષણ અંતર્ગત સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્ર્મોમાં 2338 લાભાર્થીઓને કોમ્યુનિટિ હેલ્થ ઓફિસર દ્વારા ધાવણ આપવાની રીત ડમી બેબી દ્વારા નિદર્શન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. વૃદ્ધિ પ્રોજેકટના સહકારથી આરોગ્ય શાખાના તબીબ અને આઈ.સી.ડી.એસ. શાખાના સી.ડી.પી.ઓ દ્વારા હેલ્થ અને વેલનેસ સેન્ટર સી.એચ.ઓ અને આંગણવાડીના કાર્યકરને માતા, શિશુ અને બાળકોના પોષણ અંતર્ગત સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચારની જરૂરી તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કાટવાડ ગામ ના સરપંચ, ગ્રામ આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા આરોગ્ય અધિકારી, હિંમતનગર, સી.ડી.પી.ઓ. તથા મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ ઉપસ્થિત રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.