જીવદયા પ્રેમીઓની સરાહનિય કામગીરી:હિંમતનગરના બલોચપુર પાટિયા પાસે રોડ પરથી બિમાર ઊંટ મળી આવ્યો; ઊંટને નાકના ભાગે થયેલા સડાની દવા કરાવી

સાબરકાંઠા (હિંમતનગર)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર રોડની સાઈડે પશુઓ બીમારીથી પીડાતા હોય છે અને તેમના માલિકો દ્વારા તેની સારવાર કરાવવાના બદલે તેને છોડી મુકાતા હોય છે. જેને લઈને બીમાર પશુઓ વિફરે છે અને નુકશાન પણ કરે છે. ત્યારે હિંમતનગરના જીવદયા પ્રેમી ટીમને રોડ સાઈડે બીમાર ઊંટ છે તેવી જાણ થયા બાદ ઊંટને ટીમ દ્વારા વાહનમાં મુકીને તેને પાંજરાપોળમાં મોકલી સારવાર કરાવી હતી.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર જીવદયા પ્રેમી ટીમના મિતુલ વ્યાસે જણાવ્યું હતું કે, હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા બલોચપુર પાટિયા પાસે 15 દિવસથી એક ઊંટ રોડ સાઈડે બેસેલો છે. જેને મોઢા ઊપર ઈજાઓ થઈ છે. જેને લઈને ચિરાગભાઈ શાહ અને અર્પણભાઈ રાવલને જાણ કરતાં તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં ઊંટની પ્રાથમિક સારવાર કરી હતી. ઊંટને નાક અને મોઢાના ભાગે સડો થઇ ગયો હતો.

જીવદયા ટીમના મિતુલભાઈ, દીપ દેસાઈ, અક્ષય તથા અન્ય જીવદયા પ્રેમીઓ આવી પહોંચ્યા હતા અને ફાયર વિભાગને બોલાવી ક્રેન બોલાવ્યું અને ઊંટને ક્રેન મારફતે ગાડીમાં મુકીને ઇડર પાંજરાપોળ મોકલી આપ્યું હતું, જ્યાં સારવાર આપી હતી.

અન્ય સમાચારો પણ છે...