બડોલીમાં આરોગ્ય સેવા શૂન્ય:ઇડરનું 16,000ની વસ્તી ધરાવતું ગામ ડોક્ટર અને હોસ્પિટલની સેવાથી વંચિત; ગ્રામજનોની અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લાની એક એવી હોસ્પીટલ કે જે દર્દીઓની નહીં પરંતુ ડોક્ટરની રાહ જોઈ રહ્યું છે. અનેક લેખિત અને મૌખિક રજુઆતો છતાં હોસ્પિ​​​​​​ટલ ડોક્ટર વગરનું બની ગયું છે. તો, અગામી દિવસોમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર બનશે તેવું જિલ્લા આરોગ્ય વિભાગના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ઈડર તાલુકાનું બડોલી ગામ 16,000ની વસ્તી ધરાવતુ મોટુ ગામ છે. પરંતુ આરોગ્યની સેવા માટે શુન્ય છે. 1947માં અહિ બ્રાહ્મણ પરિવાર દ્વારા હોસ્પિટલ બનાવીને આપવામાં આવી હતી. જેના થકી આજુબાજુના 17થી વધુ ગામ લોકોની આરોગ્યને લગતી તમામ તબીબી સારવાર આ હોસ્પિટલ પુરુ પાડતું હતું. 60 વર્ષ પહેલા પણ અહીં તબીબી માટેના અધતન ઉપકરણો હતા અને બડોલી ગામ ઉપરાંત 17 ગામો આરોગ્યની સેવાઓ અહીંથી લેતા હતા. પરંતુ હાલ આ ખંડેર પરિસ્થિતિમાં છે.

છેલ્લા 20 વર્ષથી આ હોસ્પિટલ ડોક્ટર વગર ખંડેર બની ગયુ છે. આ અંગે બડોલીના પૂર્વ સરપંચ રમણભાઈ વણકર અને સ્થાનિક અમૃતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અહિંયા વર્ષોથી દવાખાનું ખંડેર હાલતમાં છે. સ્ટેટ હાઈવે પરનું બડોલી ગામ કે જ્યા વર્ષોથી સરકારી દવાખાનાની માગ કરાઈ રહીં છે. પરંતુ સંતોષાતી નથી સ્થાનિક પંચાયતથી લઈ ગાંધીનગર સુધી અને સરપંચથી લઈને આરોગ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હતી. પરંતુ કોઈજ નીવેડો આવ્યો નથી.

ગામ લોકોએ તબીબી સેવા મળી રહે તે માટે અહિં લોકફાળાથી હોસ્પિટલ પણ બનાવી પણ અહિં કોઈ ડોક્ટર બેસવા પણ તૈયાર નથી. સ્થાનિકો દ્વારા જાણવા મળ્યા મુજબ, થોડા દિવસ બડોલીમાં આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક આરોગ્ય સેવા શરુ કરવા માટે સર્વે કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.એસ. ચારણે જણાવ્યું હતું કે, બડોલીમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર થયું છે. સરકારમાંથી ગાઈડ લાઈન પ્રમાણે કાર્યવાહી થશે તો સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તેના ધારા ધોરણ મુજબ જગ્યા ગ્રામ પંચાયત થકી ફાળવાશે. ત્યારબાદ આગળની કાર્યવાહી થશે હાલમાં કામગીરી પ્રગતિમાં છે આદેશની રાહ જોવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...