આરોપીની સુરતથી ધરપકડ:હિંમતનગરની હોટલમાંથી લેપટોપ મોબાઇલ ચોરનાર નોકર ઝડપાયો; ગાંભોઇ પોલીસે સુરતથી આરોપીને દબોચી લીધો

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરની ખેડ રોડ પર આવેલ દાલબાટીની હોટલના માલિકનું લેપટોપ અને મોબાઈલ બે સપ્તાહ અગાઉ રાત્રે ચોરી કરી ફરાર થઈ ગયેલ હોટલના કર્મચારીને ગાંભોઈ પોલીસે ગણતરીના દિવસોમાં સુરત પહોંચી હોટલમાં કામ કરતા શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના રામપુર ચોકડીથી આગળ ખેડ બાજુ જતા રસ્તા પર આવેલ દાલબાટીની હોટલ ચલાવતા ભૌમિકકુમાર મહેન્દ્રભાઈ પટેલ તા. 20-02-23ના રોજ હોટલના ખુલ્લા મેદાનમાં ખાટલામાં સૂઈ ગયા હતા. તે દરમિયાન કોઈ તેમનું લેપટોપ અને મોબાઈલ ચોરી કરી લઈ ગયું હતું.

અને તે જ દિવસે હોટલમાં કામ કરતો વૈભવસિંહ શીવસિંહ તોમર (રહે. લુટપુરા ચાર શહરકાનાકા ગ્વાલિયર એમપી) કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો જેથી તેમણે ગાંભોઈ પોલીસને લેખિત ફરિયાદ આપી હતી ગાંભોઈ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે આ શખ્સનું લોકેશન મેળવી સુરતના વરાછામાં ગીતાંજલિ ચોક પહોંચી વૈભવસિંહ શીવસિંહ તોમર ને ઝડપી પાડી ચોરી કરી લઈ ગયેલ લીનોવો કંપનીનું લેપટોપ અને મોબાઈલ રિકવર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...