ખેતીના વિવિધ ખેતીપાકો માટે દવા છંટકાવવામાં ડ્રોનનો ઉપયોગ કરવાની ટેકનીક વિશેનો ટેકનોલોજી સેમીનાર હિંમતનગરના સ્વામીનારાયણ મંદિર ખાતે શનિવારે સાબરકાંઠા જીલ્લા ખરીદ-વેચાણ સંઘ અને એગ્રીઓન કંપનીના સંયુકત ઉપક્રમે સેમીનારનું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં સાબરકાંઠા જીલ્લાના આગેવાનો વિવિધ ખેડૂત આગેવાનો સહકારી સંસ્થાના હોદ્દેદારોને હાજર રહ્યાં હતા.
આવનારા દિવસોમાં ખેડૂતોને તેનાથી અનેક ફાયદા થશે
ખેડૂતને આધુનીક ટેકનોલોજીના કારણે તેમના ઉપજમાં વધારો થાય નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમને પડતી સમસ્યા નિવારણ કરવા માટે આ ઉપયોગ થશે. પહેલા આપણે ખભે પંપ ઉપાડી દવા છંટકાવ કરતા હતા. હવે ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં કેવી રીતે ખેતી કરીએ આ ટેકનોલોજીથી મદદ મળશે સાથે મજુરીની સમસ્યાનો પણ નિવારણ આવશે. જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જેઠાભાઈ પટેલે જણાવેલ કે, આપણા સંઘે ખેડૂતો માટે અને મજુરીની સમસ્યાને ધ્યાનમાં રાખી આ એગ્રીઓન કંપની સાથે ભાગીદારી કરી જીલ્લામાં ડ્રોન દ્વારા દવા છંટકાવવા માટે સેન્ટરો ચાલુ કર્યા છે. જે આવનારા દિવસોમાં ખેડૂતોને આનાથી અનેક ફાયદા થવાના છે.
આ ટેક્નોલોજીથી જમીન પણ ફળદ્રુપ રેહશે
ડ્રોન દ્વારા દવા છંટકાવવાથી દવાનો ખર્ચ ઓછો આવશે, તેમજ ખેતી પણ બગડતી અટકશે. જમીનમાં દવા નહીં જાય, જેથી જમીન પણ ફળદ્રુપ રહેશે. આ અંગે એગ્રીઓન કંપનીના મીહીરભાઈ શાહે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી કેટલા ફાયદા થશે તે વિશે જણાવેલ કે, યુરિયાને જમીનમાં નથી નાખવાનું સ્પ્રે કરવાનું છે. ડી.એ.પી. અને યુરીયા ખાતરનો વપરાશ કેમ ઘટી શકે તે અમારો આશય છે. ખેડૂતોની જરૂરીયાતો કેવી રીતે સરળતાથી નિવારણ લાવી શકાય તેના માટે જી.પી.એસ.થી આ ટેકનોલોજી જોડાયેલી છે.
એક જ દિવસમાં 20 થી 25 એકરમાં છંટકાવ થઈ શકશે
ડ્રોન સ્પ્રે માટે ગુજરાત સરકારે સબસીડી જાહેર કરી છે. આ ટેકનોલોજીથી જમીન ચકાસણી પણ થાય, ખેતીમાં કેટલુ ડેમેજ છે, કેટલી દવાની જરૂર છે તેની માહિતી પણ મળશે, એકજ દિવસમાં 20 થી 25 એકરમાં છંટકાવ થઈ શકશે. વધુ ગીચવાળા કે, ઉંચાઈ વાળા પાક માટે પણ ઉત્તમ છે. 20 ગણી વધારે ઝડપથી દવા છાંટવાની ક્ષમતા છે. ડ્રોન પેટ્રોલ એન્જીન જનરેટર સાથે જોડાયેલ છે.
ખેતીના પાકોની સમસ્યાનું નિવારણ થશે
ભારત સરકાર પણ ખેતી માટે ડ્રોન મશીનને વેગ આપેલ છે. કંપની ઓર્ગેનીક ખેતી માટે પણ કામ કરી રહી છે. તો પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતીના પાકોની સમસ્યાનું નિવારણ થશે. કંપનીના રીનાબેન ચૌધરીએ પણ ટેકનોલોજીના કારણે થયેલા ફાયદાની માહિતી આપી હતી. આ સેમિનારમાં સાબરકાંઠા બેન્કના ડીરેકટરો, સાબરડેરીના ડીરેકટરો, જીલ્લા ખરીદ-વેચાણ સંઘના ડીરેકટરો, અન્ય સહકારી સંસ્થાઓના હોદ્દેદારો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.