રાષ્ટ્રપતિના અપમાનનો વિરોધ:હિંમતનગરમાં રાષ્ટપતિ દ્રૌપદી મૂર્મુના અપમાન મુદ્દે વિરોધપ્રદર્શન કરાયું; કહ્યું- આ આદિવાસી નાગરિકોનું અપમાન

સાબરકાંઠા (હિંમતનગર)10 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના ટાવર ચોકમાં શનિવારે ભાજપ દ્વારા આદિવાસી સમાજની દીકરી રાષ્ટ્રપતિ બનેલ અને આદિવાસી સમાજનું ગૌરવ વધારનાર મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મને જાહેરમાં કોંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિને બદલે રાષ્ટ્રપત્ની કહીને આદિવાસી સમાજનું,નારી શક્તિનું અને ભારતની લોકશાહીના નાગરિકોનું અપમાન કર્યુ છે. જેના વિરોધમાં હિંમતનગર ખાતે સ્થાનિક ધારાસભ્ય,તાલુકા પ્રમુખ સહિત ભાજપના કાર્યકર્તાઓએ સુત્રોચ્ચાર કરી રોષ વ્યકત કર્યો હતો. તો સોનિયા ગાંધી માફી માગે ના સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...