ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા:હિંમતનગરમાં બે સ્થળે નોમની નેજાની શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

સાબરકાંઠા (હિંમતનગર)22 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં ભાદરવા નોમને સોમવારે બે અલગ અલગ વિસ્તારમાં રામદેવ પીરની નેજાની શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

હિંમતનગરમાં ભાટ સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષથી ભાદરવી નોમના દિવસે રામદેવપીરના નેજા ચઢાવવામાં આવે છે. જેમાં હિંમતનગર ભાટ સમાજ ડીજેના તાલ સાથે ભાટવાસથી ભવ્ય નેજા સાથે શોભાયાત્રા નીકળી હતી. નેજા યાત્રા બસ સ્ટેન્ડ થઈ ગીરધરનગર થઈને વિદ્યાનગરી ચંદ્રનગર પહોચી હતી અને ત્યાંથી મોતીપુરા ભાટવાસમાં આવેલું રામદેવપીરના મંદિરે પહોચી હતી. જ્યાં ભક્તો દ્વારા નવ નેજા ચઢાવવામાં આવ્યા હતા. જેમાં મંદિરના મહંત ગણેશ મહારાજ અને ભાટ સમાજનાં આગેવાનો વસંતભાઈ ભાટી મંગલભાઈ ભાટ, સવજીભાઈ ભાટ, દિલીપભાઈ ભાટ, કુમાર ભાટ અને ભાટ સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.

હિંમતનગરમાં પોલોગ્રાઉન્ડમાં પંચદેવ મંદિરેથી નોમની ભવ્ય નેજાની શોભાયાત્રા નીકળી હતી. મારવાડી સમાજ દ્વારા 21 નેજા સાથે શોભાયાત્રાનીકળી હતી. અલકાપુરી થઈને બહુમાળી ભવન થઈને હાજીપુરમાં રામદેવજી મંદિરે બે કલાકે પહોચી હતી જ્યાં ભક્તો ધ્વારા પૂજન અર્ચન સાથે 21 નેજા શિખર પર ચડાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...