પોક્સો જાગૃતિ અભિયાન:હિંમતનગરના બેરણા પાસેની ગ્રોમોર કેમ્પસમાં પોકસો એક્ટ જાગૃતિ સેમિનાર યોજાયો, વિદ્યાર્થીઓને કાયદા પ્રત્યે વધુ સજ્જ અને જાગૃત કરવા પહેલ

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા અદાલત દ્વારા બાળકોને જાતીય ગુના સામે રક્ષણ આપતા કાયદા (પોક્સો) અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે હિંમતનગરના બેરણા પાસે આવેલા ગ્રોમોર કોલેજ કેમ્પસમાં સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ મિસ એસ.વી.પીન્ટોના માર્ગદર્શન હેઠળ ફુલ ટાઇમ સેક્રેટરી અને સીનીયર જજ પી.કે.ગઢવી, જિલ્લા સરકારી વકીલ એચ.વી.ત્રિવેદી, PLV નેહાબેન પટેલ દ્વારા બાળકોને તેમના રક્ષણ માટેનાં કાયદાઓની જાણકારી પુરી પાડી હતી. જેમાં બાળકોના કાયદાઓની જોગવાઈઓ પણ દર્શાવી હતી. પોક્સો જાગૃતિ અભિયાન સેમિનારમાં ગ્રોમોર કોલેજ પ્રિન્સીપાલ ડૉ.ભરત સુથારનો સહયોગ રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સંરક્ષક જસ્ટીસ અરવિંદકુમાર તથા કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ સોનિયાબેન ગોકાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, યુનિસેફ તથા સૌહાર્દ સંસ્થા તરફથી પોક્સો સંદર્ભે સમગ્ર રાજ્યમાં તા.26/09/2022 થી 20/10/2022 સુધી જાગૃતિ અભિયાન ચલાવવાનું નક્કી થયું છે. જેના ભાગરૂપે હિંમતનગરના ગ્રોમોર કેમ્પસમાં કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...