દુર્ઘટના:પ્રાંતિજના દલપુર ગામની સીમમાં બાઇકની ટક્કરે રાહદારીનું મોત

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લાના આધેડ હાઇવે પર ચાલતા જઇ રહ્યા હતા
  • મૃતકના પુત્રે રાજસ્થાની બાઇકચાકલ સામે ફરિયાદ નોંધાવી

પ્રાંતિજના દલપુર ગામની સીમમાં આશીર્વાદ હોટલની આગળ પ્રાંતિજ થી હિંમતનગર જતા હાઇવે નં. 8 પર ચાલતા જઇ રહેલ 55 વર્ષીય પુરૂષને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મોત નિપજતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બાઇક ચાલક વિરુદ્વ મૃતકના પુત્રે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.11-07-22 ના રોજ બપોરે બે એક વાગ્યાના સમયગાળા દરમિયાન દલપુર ગામની સીમમાં આશીર્વાદ હોટલની આગળ પ્રાંતિજ થી હિંમતનગર જતા હાઇવે નં. 8 પર ચાલતા જઇ રહેલ સોમાભાઇ ચુનીયાભાઇ ચંદાણા ઉ.વ. 55 (રહે. આશપુર તા.ફતેપુરા જી. દાહોદ)ને બાઇક નં. આર.જે-27-એ.ડી-5917 ના ચાલક બાબુલાલ લાલાજી મકવાણા (મેગવાલ) (રહે. અનેલા (શકલાલ), તા. ખેરવાડા જી. ઉદેપુર, રાજસ્થાન) એ ટક્કર મારતાં માથાના ભાગે તથા જમણા પગે અને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતાં મૃતકના પુત્ર અરવિંદભાઇ સોમાભાઇ ચંદાણાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બાઇક ચાલક વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...