રાજકીય પાર્ટીઓ સક્રિય બની:હિંમતનગરમાં અમદાવાદ યોજાનાર પરિવર્તન સંકલ્પ સંમેલનના આયોજન માટે બેઠક યોજાઈ

સાબરકાંઠા (હિંમતનગર)24 દિવસ પહેલા

અમદાવાદમાં રીવર ફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલન કોંગ્રેસના પૂર્વ રાષ્ટીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં જીલ્લા અને તાલુકાના હોદ્દેદારો સાથે સંવાદનું આયોજનને લઈને હિંમતનગરમાં સરકીટ હાઉસ ખાતે શુક્રવારે તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસના પ્રમુખ સહીત જીલ્લાના હોદ્દેદારો અને તાલુકાના પ્રમુખો સહીત હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ રાજકીય પાર્ટીઓ સક્રિય બની છે. ત્યારે ખેડબ્રહ્મા બેઠક પરના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર અને પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક લડવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. તુષાર ચૌધરી છેલ્લા ત્રણ મહિનાથી સાબરકાંઠા જિલ્લામાં સક્રિય બન્યા છે ત્યારે આગામી પાંચ સપ્ટેમ્બરે અમદાવાદના રીવર ફ્રન્ટ ખાતે યોજાનાર પરિવર્તન સંકલ્પ સંમેલનની તૈયારીઓ માટેની શુક્રવારે હિંમતનગર ખાતે તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં આયોજન માટેની બેઠક યોજાઈ હતી. જેમાં જીલ્લા પ્રમુખ સહીત હોદ્દેદારો અને આઠ તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમના સાથે આયોજનને લઈને બેઠક કરી માર્ગદર્શન આપ્યું હતું.

તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ચુંટણી લડવાની વાત પછી આવશે હજી ચુંટણી જાહેર થઇ નથી તો તુષાર ચૌધરી સાબરકાંઠામાં નહિ રાજ્યમાં સક્રિય છે અને કોંગ્રેસના આગેવાન તરીકે જ્યાં પણ કોંગ્રેસને મજબુત જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં જવાની તૈયારી છે. મેં કોઈ ટીકીટની માંગણી કરી નથી, પાર્ટી આદેશ કરશે તો વિચારીશું પણ એ જરૂરી નથી કે અહિયાં જ હું તાપીની ચાર અને સુરતમાં ચાર વિધાનસભા છે અને હું અત્યાર સુધી તાપી અને સુરત જીલ્લામાં વિધાનસભાની ચુંટણી લડ્યો છું. છેલ્લા ત્રણ વર્ષથી જે પ્રકારે તુષાર ચૌધરી સાબરકાંઠા અને ખાસ કરીને ખેડબ્રહ્મા બેઠક પર સક્રિય જોવા મળી રહ્યા છે એટલે કે હાલ તો તુષાર ચૌધરીનું ખેડબ્રહ્મા બેઠક પરથી ચૂંટણી લડવીએ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જોકે હાલ તેમને ખેડબ્રહ્મા બેઠક પર લડવા માટેની વાત સ્વીકારી નથી.

અગામી 10 મી સપ્ટેમ્બરે કોંગ્રેસ દ્વારા મોઘવારીના વિરોધમાં ગુજરાત બંધનો કાર્યક્રમ આપેલ છે. જેમાં સાંકેતિક રીતે સવારે 8 થી 12 સુધી સજ્જડ બંધ રાખવા સૌને અપીલ કરવામાં આવી છે. આ આયોજન બેઠકમાં જીલ્લા પ્રમુખ સુરેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, જીલ્લા ઉપ પ્રમુખ ચંદ્રસિંહ ઝાલા, પૂર્વ જીલ્લા પ્રમુખ ડાહ્યાભાઈ પટેલ, રામભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ કુંપાવત, મહિલા મોરચાની જીલ્લા પ્રમુખ જ્યોતિબેન દવે, કમળાબેન પરમાર, હિમતનગર તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા, સહીત જીલ્લા અને તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...