છેતરપિંડી:ખેડબ્રહ્માના ગલોડીયામાં રૂ.5 લાખની લોન લેવા ગયેલો શખ્સ રૂ.2.39 લાખમાં ઠગાયો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજીસ્ટ્રેશન કરાવતા સાયબર ગઠિયાઓએ વિવિધ બહાના બતાવી 2.39 લાખ ઠગી લીધા
  • ઓનલાઇન​​​​​​​ સર્ફિંગ કરતી વખતે ધની લોન નામનું પેજ ખુલતાં લિંક ઓપન કરતાં છેતરાયો

ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયામાં રહેતા શખ્સે સોશિયલ મિડીયા પર સર્ફિંગ કરવા દરમિયાન ધની-લોન બાબતની જાહેરાત જોયા બાદ પોતાને રૂ. 5 લાખની લોન લેવાની હોય મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવતા સાયબર ગઠિયા હરકતમાં આવ્યા હતા અને વિવિધ બહાના બતાવી અલગ અલગ કારણોસર કુલ રૂ.2.39 લાખનો ચૂનો ચોપડતા સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મિડીયમના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી કરવા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સાયબર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગલોડીયામાં રહેતા વિનોદભાઈ સાજાભાઈ પટેલ તા.16-08-22 ના રોજ તેમના સોશિયલ એકાઉન્ટ ઉપર સર્ફિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ધની લોન નામનું પેજ ખુલતા તેમણે લિંક ઓપન કરી હતી અને રૂ. 5 લાખની લોન મેળવવા માટે પોતાના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારબાદ સામેથી ફોન આવ્યો હતો અને પોતે ધની લોન ફાયનાન્સમાંથી બોલતો હોવાનું જણાવી લોન આપવાના બહાને વિનોદભાઈ પટેલને અવારનવાર ફોન કરી વિશ્વાસમાં લઈ તેમનું નામ સરનામું ફોટા અન્ય ડોક્યુમેન્ટ વગેરે મેળવી લોન પેપર મંજૂર કરવા માટે અલગ અલગ કારણો બતાવી ચાર્જ પેટે ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવી તા. 05-09-22 સુધીમાં કુલ રૂ. 2,390,80 ટ્રાન્સફર કરાવી લીધા હતા

લોન મંજૂર ન થતા વિનોદભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાનું ધ્યાન ઉપર આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સોશિયલ મિડીયમના માધ્યમથી 9163183736 અને 9163837544ના મોબાઈલ ધારકે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...