કાર્યવાહી:હિંમતનગરના કૃષ્ણનગરમાંથી દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં. એલસીબીએ બાતમી આધારે રેડ કરી

સા.કાં. એલસીબીએ હિંમતનગરના કૃષ્ણનગરની સીમમાંથી ગેરકાયદે બંદૂક સાથે શખ્સને ઝડપી આર્મ્સ એક્ટ મુજબ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવતના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.જે. ચાવડા તથા ટીમે કૃષ્ણનગર ગામની સીમમાં શખ્સ જંગલોમાં શિકાર કરવા ફરી રહ્યો છે

જેથી પોલીસે કૃષ્ણનગરની સીમમાં બાતમીવાળી જગ્યા તરફ જતા શખ્સના હાથમાં દેશી બનાવટની બંદૂક હોઇ કોર્ડન કરી બંદૂક રાખવા બાબતે લાયસન્સ આધાર પૂરવા માંગતા તેની પાસે ન હોવાનુ જણાવતા તેનુ નામ પૂછતા ગફર હુસેનભાઇ ડફેર (સીંધી) (હાલ રહે. કૃષ્ણનગર તા. હિંમતનગર, મૂળ રહે. સરકારી સિવિલ દાદા બાવાની દરગાહની નજીક વિજાપુર જિ. મહેસાણા ) હોવાનુ જણાવતા બંદૂક કબ્જે લઇ અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...