તપાસ:હિંમતનગર બસ સ્ટેન્ડમાં મુસાફરો વચ્ચે ભીડમાં ફરતો શખ્સ ઝડપાયો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતોષકારક જવાબ ન આપતા અટકાયત કારાઈ

બી ડિવિઝન પોલીસને તા. 17/05/22ના રોજ બસ સ્ટેન્ડ બાજુ આવતા બાતમી મળી હતી કે એક શખ્સ અવારનવાર બસ સ્ટેન્ડમાં પેસેન્જરોના ખિસ્સા તેમજ સામાનની ચોરી કરી છ.ે તે હાલમાં બસ સ્ટેન્ડમાં ફરે છે જેથી પોલીસ સ્ટાફે બસ સ્ટેન્ડમાં જઇ જોતા બાતમી વાળો શખ્સ પેસેન્જરોની ભીળમાં પાછળ ફરતો હોઇ તેને પકડી નામ પૂછતા તેનુ નામ પુનમભાઇ ડાહ્યાભાઇ સલાટ ઉ.વ. 30 (રહે. કાટવાડ રોડ હરીનગર છાપરામાં હિંમતનગર) હોવાનુ જણાવ્યુ હતું. તેમજ તેની તપાસ કરતા મોબાઇલ મળી આવતા અને મોબાઇલમાં સીમકાર્ડ ન હોવાથી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...