ધરપકડ:હિંમતનગરમાં ચોરીનો સામાન વેચવા નીકળેલો શખ્સ ઝડપાયો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસ સ્ટેશન પાછળ લેપટોપ, મોબાઇલ લઈ ફરતો હતો
  • સાણંદ જીઆઇડીસીથી ચોરી કર્યાની કબૂલાત કરી

હિંમતનગર બી ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.17/05/22 નારોજ પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી. કે હિંમતનગર બસ સ્ટેશનની પાછળ એક શખ્સ પાસે થેલો છે. મોબાઇલ તથા લેપટોપ વેચવા માટે ફરી રહ્યો છે

જેથી પોલીસે બસ સ્ટેશન પાછળ જઇ તપાસ કરતા બાતમી વાળો શખ્સ જોવા મળતા તેને પકડી પાડી પૂછપરછ કરતા હાસીમભાઇ હાફીજભાઇ શેખ(સીપાઇ) (રહે.પોલાજપુર રોડ તળાવ પાસે વસાહતમાં હિંમતનગર, મૂળ રહે. નવાનગર તા. વડાલી) જણાવ્યું હતું. લીનોવા કંપનીનુ લેપટોપ તેમજ બે સ્માર્ટ મોબાઇલ ફોન મળતા દોઢેક વર્ષ અગાઉ સાણંદ જીઆઇડીસી ગેટ નં.1 સામે કોમ્પ્લેક્સમાંથી ચોર્યાની કબુલાત કરતા રૂ. 37,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...