હિંમતનગરના વણઝારાવાસમાં રહેતા વ્યક્તિએ બુધવારે રાત્રે રેતી ભરેલું ટ્રેક્ટર સામેની આરોગ્યનગરની ખુલ્લી જગ્યામાં મૂક્યા બાદ ચોરી થઇ જતા બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે ટ્રેક્ટર ચોરને ઝડપી પાડ્યો હતો. હિંમતનગર શહેરના વણઝારાવાસમાં રહેતા કિરણભાઇ જવારજી વણઝારાએ તા.08-06-22 નારોજ સાંજે રેતી ભરેલું ટ્રેક્ટર નંબર જી.જે-9-બી.એફ-2804 અને ટ્રોલી નં. જી.જે-9-યુ-7384 વણઝારાવાસની સામેના આરોગ્યનગરની ખુલ્લી જગ્યામાં મૂક્યુ હતુ અને તા.09/06/22 ના રોજ સવારે ધંધા પર જવા ટ્રેક્ટર લેવા જતા ચોરી થઇ ગયાનું જણાતાં પોલીસને જાણ કરાઇ હતી.
બી ડિવિઝન પોલીસે સીસીટીવી સહિત ટેકનીકલ સહાયથી તપાસ શરૂ કરી હતી પીએસઆઇ એ.વી. જોષીએ જણાવ્યું કે પપ્પુ ભાઇ રામલાલ થાવરાભાઇ કટારા (રહે. ગલીંદર તા. વીંછીવાડા જી. ડુંગરપુર) ને ટ્રેક્ટર - ટ્રોલી સાથે ઝડપી પાડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.