પ્રાંતિજમાં પૌવાનો ધંધો કરતા શખ્સે અમદાવાદમાં રહેવા દરમિયાન નરોડાના વેપારી સાથે સંબંધો વિકસાવી વિશ્વાસ પેદા કર્યા બાદ પ્રાતિજમાં આવી રહેવા દરમ્યાન પ્રાંતિજમાં દુકાન ખરીદવા અને મોયદમાં જમીન ખરીદવા લીધેલા પૈસા આપવા ન પડે તે હેતુસર બારોબાર દુકાન વેચીને પૈસા લઇ ફરાર થઈ જતાં પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
અમદાવાદના નરોડામાં રહેતા શ્યામસુંદર મીઠુલાલ શર્મા ટ્રાવેલ્સનો ધંધો કરે છે અને વર્ષ 2016 માં વાઇબ્રન્ટ હોમ્સ હંસપુરા નવા નરોડા ખાતે સિક્યુરિટીમાં નોકરી કરતાં રાજેન્દ્ર સત્યનારાયણ જોશીના પરિચયમાં આવ્યા હતા અને શ્યામ સુંદર શર્મા અવારનવાર તેને ચા નાસ્તો અને જમવાનું પણ આપતા હતા. ત્રણેક મહિના નોકરી કરી રાજેન્દ્ર છૂટો થઈ ગયો હતો અને પૌંઆનો ધંધો કરવા રૂપિયા 50,000 ઉછીના માંગતા શ્યામ સુંદરે પૈસા આપ્યા હતા અને રાજેન્દ્ર સત્યનારાયણ જોશી પ્રાંતિજમાં આંટીયાવાસમાં મકાન રાખી રહેતો હતો અને બટાકા પૌવાનો ધંધો ચાલુ કર્યો હતો તેણે ઉછીના લીધેલ પૈસા ટુકડે ટુકડે પરત આપી દીધા હતા.
જેને પગલે વિશ્વાસ સંપાદન થઈ જતાં શ્યામ સુંદર ભાઈને પ્રાંતિજ અને મોયદમાં જમીન ખરીદવાની હોય બે ત્રણ વાર જમીન જોવા આવ્યા હતા પરંતુ તેઓ રાજસ્થાનમાં ખેડૂત હોય અને દાખલો લાવવાનો હોય રાજેન્દ્રભાઈએ કહ્યું હતું કે મારા મિત્રના નામે દસ્તાવેજ કરાવી દઉં છું તમે પૈસા મોકલી આપજો જેથી તેને પૈસા મોકલી આપ્યા હતા.
થોડા સમય બાદ રાજેન્દ્રનો ફોન આવ્યો હતો અને પ્રાંતિજ ટાઉનમાં દુકાન લેવાનું કહેતા તેના પણ પૈસા આપ્યા હતા અને દસ્તાવેજની અસલ કોપી શ્યામસુંદરભાઈએ તેમની પાસે રાખી હતી તેમણે વર્ષ 2021 થી 2022 દરમિયાન રાજેન્દ્ર જોશીને કુલ રૂપિયા 26.25 લાખ જમીન અને દુકાન ખરીદવા આપ્યા હતા. તા.20-05-22 ના રોજ તેનો મોબાઈલ ફોન બંધ આવતા શ્યામસુંદરભાઈ પ્રાંતિજ આવ્યા હતા અને તેમને ખબર પડી હતી કે રાજેન્દ્ર જોશી અન્ય લોકો સાથે પણ આવું કરીને દુકાન વેચી પૈસા લઈને ફરાર થઈ ગયો છે પ્રાતીજ પોલીસે રાજેન્દ્ર જોશી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.