ગાંભોઈ પોલીસે બાતમી આધારે દારૂ ઝડપ્યો...
હિંમતનગરના ગાંભોઇ નજીક એક કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇને શખ્સ જઇ રહ્યો હોવાની બાતમીને આધારે ગાંભોઇ પોલીસે વોચ ગોઠવી ગાંભોઇ નજીકથી વિદેશી દારૂની કુલ બોટલ નંગ 284 કિંમત રૂપિયા 84,800 સાથે કુલ રૂપિયા 2,84,800ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઇ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગાંભોઇ પી.એસ.આઇ. જે.એમ. રબારીની ટીમ દ્વારા પ્રોહિબીશન ગુના શોધવા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ હતુ. તે દરમિયાન સ્ટાફના કૃણાલસિંહને બાતમી મળી હતી કે, કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇ એક શખ્સ ભિલોડાથી ગાંભોઇ થઇને અમદાવાદ તરફ જવાનો છે. જે બાતમીના આધારે પી.એસ.આઇ. જે.એમ. રબારી,સ્ટાફના યોગેન્દ્રસિંહ,રાજેન્દ્રસિંહ,રાકેશસિંહ, કુંદનસિંહએ પેટ્રોલીંગ દરમિયાન બાતમીવાળી ગાડીનો પીછો કરી ગાડી ઝડપી લીધી હતી. જેમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ ૨૮૪ કિંમત રૂપિયા 84,800નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે અંગે ગાંભોઇ પોલીસે કાર અને વિદેશી દારૂના જથ્થા સાથે રાહુલ સુધીર ત્રીપાઠી વાળાની કુલ રૂપિયા 2,84,800ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ગાંભોઇ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ચાઇનીઝ દોરીનીની 31 ફીરકી કબજે...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર બસસ્ટેશન પાસેથી ચાઇનીઝ દોરીની 31 ફીરકી સાથે તાજપુરના ઇસમને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો હતો.
ઉત્તરાયણના આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ અને દોરીનુ પ્રાંતિજ બજારમાં વેચાણ ચાલુ છે. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. વેચાણ કે ખરીદી કરવી નહી ત્યારે પ્રાંતિજ તાલુકાના તાજપુર બસસ્ટેશન પાસે ચાઇનીઝ દોરીનુ વેચાણ થતુ હોવાનુ પ્રાંતિજ પોલીસને ખાનગી રાહે બાતમી મળતા પ્રાંતિજ પોલીસે તાજપુર ખાતે સ્થળ ઉપર જઇ તપાસ કરતા બસસ્ટેશન પાસે રોડ ઉપર ભરતજી શિવાજી મકવાણા ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો જથ્યો ફીરકી નંગ-31 સાથે મળી આવ્યો હતો.
જેની ઉપર અંગેજીમાં MONKSKY તથા TERPROOF લખેલ હતુ. તો દુકાન માલિકને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી રાખવા બાબતેનુ પાસ પરમીટ તેમજ બીજા દસ્તાવેજ કે પુરાવા ના મળતા અને એક રીલની કિંમત 200 રૂપિયા કુલ 6200નો મુદ્દામાલ સાથે પ્રાંતિજ પોલીસે ભરતજી શિવાજી મકવાણા વિરુદ્ધ આઇપીસી કલમ 188 મુજબ જી.પી. એક્ટ કલમ 117,131 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.