હિંમતનગરમાં આજરોજ યુટ્યુબર અને લોકપ્રિય કલાકાર ખજુરભાઈ અને ગમન સાંથલ શહેરના એક શો રૂમના ઉદઘાટન પ્રસંગે આવ્યા હતા. તેમની સાથે સંત શ્રી સાઈ શહેરાવાળા પણ આવ્યા હતા. આ સાથે ખજુરભાઈના ચાહકોએ શો રૂમ બહાર ભારે ભીડ જમાવી હતી. આ પ્રસંગને કેમેરામાં કેદ કરવાનું સૌ કોઈ ચુક્યા ન હતા, સાથે ખજુરભાઈ સાથે સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી.
રસપ્રદ વાતો કરી ચાહકોને ખખડાટ હસાવ્યા
હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં ગાયત્રી મંદિર રોડ પર આજથી પ્રારંભ થતા સોહમ ફેમીલી સ્ટોરના ગ્રાન્ડ ઓપનીગ માટે લોકપ્રિય કલાકાર ખજુરભાઈ એટલે નીતિન જાની અને ગમન સાંથલ આવ્યા હતા. જેની જાણ ચાહકોને થતા રોડ પર ચક્કાજામ લગાવ્યો હતો. ખજુરભાઈએ ચાહકોને સંબોધન કરતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગરીબો અને લાચારો માટે 226 ઘર બનાવ્યા છે. તમામ લોકોને કહું છું કે, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ગુજરાતીઓ માટે કામ કરતો રહિશ. આ સાથે નીતિન જાનીએ અલગ-અલગ રસપ્રદ વાતો કરીને ચાહકોને ખખડાટ હસાવ્યા હતા. આ પ્રસંગને ઉપસ્થિત સૌ કોઈ કેમરામાં કેદ કરવાનું ચુક્યા ન હતા. તો સાથે મોબાઈલમાં ખજુરભાઈ સાથે સેલ્ફી લેવા માટે લોકોએ પડા-પડી કરી હતી. ગમનભાઈ સાંથલે પણ એક ગીત ચાહકોને સંભળાવ્યું હતું, સાથે સંત શ્રી સાઈ શહેરાવાળાએ આશીર્વચન પણ આપ્યા હતા.
હિતેશ પંચાલે નીતિન જાનીનું પેન્સિલ સ્કેચ બનાવ્યું
ખજુરભાઈનો ચાહક અને હિંમતનગરના કલાકાર હિતેશ પંચાલ કે જેઓએ ખજુરભાઈનું પેન્સિલ સ્કેચ બનાવ્યું હતું, તે આપવા માટે આવ્યા હતા. પરંતુ ભારે ભીડના કારણે હિતેશ પંચાલ મળી શક્યો ન હતો અને બનાવેલ પેન્સિલ સ્કેચ આપી શક્યો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.