આરોગ્ય કેમ્પ:પોશીના તાલુકામાં છેવાડાના ગામોમાં આરોગ્ય કેમ્પ યોજાયો, 1409 જેટલા નાગરીકોને આયુષ્યમાન કાર્ડનો લાભ અપાયો

સાબરકાંઠા (હિંમતનગર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકામાં 46 જેટલા કેમ્પ યોજી 1409 જેટલા નાગરીકોને આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. નાગરીકોને આ કાર્ડ માટે તાલુકા કે આરોગ્ય કેંદ્ર સુધી ના જવુ પડે અને ઘરે બેઠા આ સેવા સરળતાથી મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ કેમ્પો યોજવામાં આવ્યા હતા.

આ કાર્ડ થકી સરકારી તેમજ સરકાર માન્ય પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓને પાંચ લાખ સુધીની સારવાર મફત કરવામાં આવે છે. સરકારની આરોગ્ય સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને તમામને આરોગ્ય સેવાઓ મફત અને સારી રીતે મળી શકે તે માટે આદિજાતિ વિસ્તાર પોશીનામાં 46 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે.એસ.ચારણ, તાલુકાના આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...