ઈડરના બ્રહ્મપુરીની સીમમાંથી રવિવારે બપોરે ખેતરની નજીકમાં વાંઘામાંથી યુવકની અર્ધ બળેલી લાશ મળતાં ચકચાર મચી છે. 24 કલાક અગાઉ ત્રણેક કિમી દૂર શેઢા પરથી યુવતી ની અર્ધબળેલી લાશ મળી હતી. બબ્બે જણાની હત્યા કરીને લાશને બાળનારાઓને શોધવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઇ છે.
ચિત્રોડાના કાંતિભાઈ ભાવસારની જમીન બ્રહ્મપુરીની સીમમાં છે. રવિવાર બપોરે સાડા ત્રણ ચાર વાગ્યે ખેતર નજીક પસાર થતા વાંઘામાં અર્ધ બળેલી હાલતમાં લાશ જોવા મળતાં ભાગિયો દોડી આવ્યો હતો અને કાંતિભાઈને જણાવતાં જાદર પોલીસને જાણ કરતાં એલસીબી ઘટનાસ્થળે દોડી આવી હતી. બંને લાશોને સરળતાથી ઓળખ ન થઈ શકે તે રીતે સળગાવાઇ છે અને બંનેનો સળગાવવાનો સમય પણ લગભગ એકસરખો હોય તેમ મનાઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.