સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બોલુન્દ્રામાં ગુજરાત પ્રથમ શિખર બંધી કાલભૈરવ મંદિરમાં આજે કાલભૈરવ જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે છપ્પન ભોગ ધરાવાયો છે તો બપોરે હવન યોજાશે અને રાત્રે ભવ્ય કલાકારો દ્વારા કસુંબલ ડાયરો યોજાવાનો છે.
મંદિરને રોશની અને ફુગ્ગાઓથી શણગાર્યું
ઈડરના બોલુન્દ્રા કાલભૈરવ દાદાના મંદિરે ભૈરવ જયંતીને લઈને ભવ્ય ઉજવણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર અને પટ્ટાંગણને રોશનીથી શણગારમાં આવ્યું છે, તો આજે વહેલી સવારે કાલભૈરવ દાદાની આરતી કરવામાં આવી હતી અને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મંદિર રોશની અને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે. આ અંગે કાલભૈરવ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, સવારે કાલ ભૈરવદાદાને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો.
પ્રખ્યાત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
બપોરે 2:30 વાગ્યે કાલભૈરવ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાત્રે 8 વાગ્યે મંદિરના પરિસરમાં કસુંબલ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. કસુંબલ ડાયરામાં લોકગીતો, ભજન, ગરબા તથા હાસ્ય રસનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં મમતા સોની, ભીખુદાન ગઢવી, ભદ્રેશ દવે, સુખદેવ ગઢવી, કાશ્મીરા ગોહિલ, પાયલ ભટ્ટ, જયદીપ ગઢવી, પુષ્પદાન ગઢવી અને જીતું રાવલ સહિતના પ્રખ્યાત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.