ફરાર આરોપી પોલીસ સકંજામાં:ઈડરના જાદર પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

સાબરકાંઠા (હિંમતનગર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જાદર પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા નવેક માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.

એલસીબી સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઇન્ચાર્જ પી.આઇ. એસ.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો એ.એસ.આઇ. રજુસિંહ, ઇન્દ્રસિંહ, અ.હે.કો. ધર્મેન્દ્રસિંહ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે જાદર પોલીસ સ્ટેશનના છેતરપીંડી ગુનામાં છેલ્લા નવેક માસથી નાસતા ફરતા આરોપી હુસેનશા નાથુશા દિવાન (રહે.માળીના છાપરીયા, સવગઢ, તા.હિંમતનગર) ઈડરના દરામલી ગામમાં આવ્યો હોવાની બાતમીના આધારે વોંચ ગોઠવવામાં આવી હતી. ત્યારે તેને ઝડપી લઇ જાદર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...