સદનસીબે મોટી જાનહાની ટળી:હિંમતનગરના હાજીપુર ગામના મકાનમાં આગ ભભૂકી ઉઠી; ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો

સાબરકાંઠા (હિંમતનગર)13 દિવસ પહેલા

હિંમતનગરના હાજીપુર ગામે શુક્રવારે ખેતરમાં આવેલ એક મકાનમાં આકસ્મિક આગ લાગી હતી. જેને લઈને બટાકા ભરવા માટેના કોથળા બળી ગયા હતા. તો આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

અંદાજીત 200 ખાલી કોથળા બળીને ખાખ
આ અંગે પાલિકા ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ઓફિસર રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, હાજીપુર ગામે મકાનમાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી હતી. તો આ અંગે હાજીપુર ગામના મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેતરમાં એક મકાન છે, જેમાં આકસ્મિક આગ લાગી હતી. જેમાં મકાનમાં બટાકા વાવેતર માટે લાવેલ અંદાજીત 200 કોથળા ખાલી મકાનમાં હતા અને લાકડાની પાટ હતી, જે બધું આગમાં બળી ગયું છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટસર્કિટ હોવાનું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...