ઇડરના નવારેવાસના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ પટેલે પોતાના ખેતરમાં 8 ગુંઠામાં આચ્છાદન અને ડ્રિપ પદ્ધતિથી 90 દિવસમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી દોઢ લાખ જેટલી આવક મેળવી કમાણી કરી રહ્યા છે. ઘરના રસોડાની ટાઇલ્સ ઉપર સ્ટ્રોબેરીના ચિત્રોને જોઈને સ્ટ્રોબેરીનું વાવેતર કરવાનો વિચાર આવ્યો અને યુ-ટ્યુબ ઉપર સર્ચ કરી છોડ ક્યાંથી મેળવી શકાશે કેવી રીતે તેની ખેતી થઈ શકે તે માહિતી મેળવી તેમણે આ ખેતીની શરૂઆત કરી છે.
ભરતભાઈ જણાવે છે કે, તેમણે આ સ્ટ્રોબેરીના છોડ પુના મહાબલેશ્વર થી મંગાવ્યા હતા. એક છોડની કિંમત રૂ. 10 અને મંગાવાનું ભાડા સહિત રૂ. 14 જેવા ખર્ચ થયો હતો. તેમના ખેતરમાં હાલમાં 3,500 છોડ છે. આ સ્ટ્રોબેરીની ખેતીની સાથે શીમલા મિર્ચ અને ધાણાની પણ ખેતી કરી રહ્યા છે. જેમાં શીમલા મિર્ચનું ઉત્પાદન અત્યાર સુધીમાં ૫૦ મણ જેટલું થયું છે આની સાથે વચ્ચે રહેલી જગ્યામાં તેમની ધાણા પણ વાવ્યા છે. એટલે કે સ્ટ્રોબેરી ની સાથે અન્ય ખેતી થકી પણ તેઓ કમાણી કરી રહ્યા છે.
ગરમીની સિઝનમાં સ્ટ્રોબેરી બંધ થતી હોવાથી તે પછી પણ તેમની આવક શીમલા મિર્ચ થકી ચાલુ રહેશે. સ્ટ્રોબેરી ઠંડા પ્રદેશમાં થતી ખેતી છે. આવતા વર્ષે ભરતભાઇ વધુ 10,000 છોડ મંગાવી આ ખેતીને વિસ્તારવા વિચારી રહ્યા છે. કારણ કે જો આઠ ગુંઠા થકી તેમની દોઢ લાખ જેટલી આવક મેળવી અને 30 માર્ચ સુધી તેમની સ્ટ્રોબેરીના ફળ ચાલુ રહેશે. ગરમીના લીધે ઉત્પાદન ઘટે તો પણ રોજના ૨000 લેખે ગણીએ તો બીજા 60 હજાર જેવી આવક થવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.