તપાસ:પેટ્રોલપંપ પર જાહેરમાં દારૂડિયો બિન્દાસ સૂઇ રહ્યો છે

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં લઠ્ઠાકાંડની જોવાઇ રહેલ રાહ

હિંમતનગમાં મહાવીરનગર વિસ્તારમાં પેટ્રોલપંપ પર દારુ પીધેલી હાલતમાં પડેલા વ્યક્તિએ પ્રશાસન દારૂબંધીનો કેવો અમલ કરાવે છે તેના છોતરા કાઢી નાંખ્યા છે ગુજરાતમાં દારૂ બંધી હશે પરંતુ હિંમતનગરમાં છૂટ આપી હોય અને લઠ્ઠા કાંડ જેવી સ્થિતિની પોલીસ રાહ જોઈ રહી હોય તેમ જણાઈ રહ્યું છે. રોજીદા ગામમા લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેની ચિતાઓ ઉપર હજુ ટાઢક વળી નથી હિંમતનગર શહેરમાં દારૂ પીધેલા લોકો ખુલ્લેઆમ આમ ફરી રહ્યા છે. જેનો મતલબ હિંમતનગર શહેરમાં દારૂના અડ્ડા બેરોકટોક પરવાનગી સાથે ધમધમી રહ્યા છે આ પેટ્રોલપંપ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક જ છે.

અન્ય સમાચારો પણ છે...