હિંમતનગરમાં રસોઈ શો યોજાયો:કલર્સ ગુજરાતીના કુકિંગ એક્સપર્ટે મહિલાઓને મેક્સીકન રેસીપી બનાવતા શીખવાડી; ભગીની સમાજ દ્વારા આયોજન કરાયું

સાબરકાંઠા (હિંમતનગર)21 દિવસ પહેલા

સાબરકાંઠાના હિંમતનગરમાં કલર્સ ગુજરાતીના રસોઈ શોના કુકિંગ એક્સપર્ટ સેજલ ભલાવતે ભગીની સમાજની મહિલાઓને મેક્સીકન ડીસીસની રેસીપી બનાવતા શીખવાડી હતી. તો 80થી વધુ બહેનોએ મેક્સીકન ડીસીસ બનાવતા શીખી હતી.

હિંમતનગરમાં 140થી વધુ મહિલા સભ્ય ધરાવતા ભગીની સમાજ દ્વારા મહિલાઓ માટે વર્ષ દરમિયાન અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ભગીની સમાજના હોલમાં મેક્સીકન ડીસીસનો રસોઈ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રસોઈ શોમાં 1400થી વધુ વાનગીઓ દર્શકોને શીખવાડનાર બરોડાથી કલર્સ ગુજરાતીના રસોઈ શોના કુકિંગ એક્સપર્ટ સેજલ ભલાવત આવ્યા હતા. અવનવી મેક્સીકન ડીસીસ જેવી કે મેક્સીકન લજાનીયા, મેક્સીકન સાલસા, ટોર્ટીયા, ટાકોઝ, એન્ટિલા વગેરે 10 જેટલી રેસીપી બનાવી હતી અને બનાવતા શીખવાડી પણ હતી. આ રસોઈ શોમાં 80થી વધુ મહિલાઓએ ભાગ લઈને રસપૂર્વક રસોઈ શો માણ્યો હતો. આ ઉપરાંત હાઉસી ગેમો પણ મહિલાઓને રમાડવામાં આવી હતી. તો મહિલાઓને રસોઈ શોમાં સહયોગી થયેલા વસંત મસાલા અને ગુલાબ તેલ તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા.

રસોઈ શોમાં મુખ્ય મહેમાન કૌશલ્યા કુંવરબા અને યતીનીબેન મોદી હાજર રહ્યાં હતા. સાથે ભગીની સમાજના ટ્રસ્ટી પલ્લવીબેન ગાંધી, નીલાબેન પટેલ, પ્રમુખ ભાવના વ્યાસ, ઉપ પ્રમુખ ડાહીબેન પટેલ, સેક્રેટરી દિપ્તીબેન વખારિયા તેમજ કારોબારી સભ્યો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...