પ્રાંતિજના સોનાસણની યુવતીને લગ્નજીવનના બે વર્ષ દરમિયાન સાસરિયાંએ નાની-નાની બાબતોમાં અવારનવાર કંકાસ કરી મારઝૂડ કરી ત્રાસ ગુજારી કાઢી મૂક્યા બાદ રૂપિયા બે લાખ આપશો તો જ તેડી જઈશું કહી દહેજની માગણી કરતાં યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સાસુ સસરા કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સોનાસણના નારણભાઈ કેશાભાઈ દંતાણીની પુત્રી શિલ્પાબેનના ગાંધીનગર જિલ્લાના ઉવારસદના નરેન્દ્રભાઈ સુરેશભાઈ દંતાણી સાથે ડિસેમ્બર 2019 માં લગ્ન થયા હતા લગ્નના એકાદ માસ બાદથી પતિ નરેન્દ્રભાઈ સાસુ સોનલબેન અને સસરા સુરેશભાઈ નારણભાઈ દંતાણી ઘરકામની બાબતો અંગે જમવાનું સરખું બનાવતી નથી વાસણ સરખા ધોતી નથી કહી હેરાન પરેશાન કરી ત્રાસ ગુજારવો શરૂ કર્યો હતો. ત્યારે કાકા સસરા આનંદભાઈ નારણભાઈ દંતાણીએ મારો ભત્રીજો હેરાન કરતો હોય તો તું શું કામ અહીં પડી રહે છે.
તારા બાપના ઘેર જતી રહે તું મારા ભાઈના ઘરમાં શોભે તેવી નથી તું નરેન્દ્રની પત્ની તરીકે રહેવા લાયક નથી મારા ભત્રીજાને તારા કરતાં પણ સારી છોકરી લઈ આપીશ કહી ગમે તેમ બોલી ઝઘડો કર્યો હતો અને શિલ્પાબેનને કાઢી મૂક્યા બાદ સુરેશભાઈ તથા આનંદભાઈએ શિલ્પાબેનના પિતાને તમારી છોકરીનું ઘર કરાવવું હોય તો રૂ. બે લાખ આપો તો જ તેડી જઈશું કહી દહેજની માગણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.