સાબરકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ઉતરાયણને લઈને પતંગની દોરીથી ઈજાગ્રસ્ત પક્ષીઓ માટે હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તે કલેક્શન સેન્ટર તથા માળા અને કુંડાના વિતરણ કેમ્પને જીલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાની ઉપસ્થિતિમાં ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ઉપ પ્રમુખ કાન્તિલાલ એન.શાહ, સેક્રેટરી આર.એસ.પટેલ, ડૉ. ગોવિંદભાઈ પટેલ, ડૉ.એન.ડી.ઝાંખવાલા, ડૉ.બંકીમભાઈ હાજર રહ્યા હતા.
જીલ્લા પોલીસ વડા, સંસ્થાના પ્રમુખ સહિતના મહેમાનોએ કલેક્શન સેન્ટર પર કામગીરી નિહાળી હતી. ત્યારબાદ કુંડા અને માળાનું વિતરણ કર્યું હતું. ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા માટે કરાતું ઓપરેશનની કામગીરી સ્થળ, પશુપાલન હોસ્પિટલ, ઓપરેશન થિયેટરની સારવાર કર્યા પક્ષીઓને રાખવામાં આવતા શેલ્ટર રૂમની પણ મુલાકાત મહેમાનોએ લીધી હતી. જીલ્લા પશુપાલન વિભાગના અધિકારી ડૉ. જનક પટેલના માર્ગદર્શન હેઠળ સરકારી પશુ દવાખાને સારવારનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉતરાયણ દરમિયાન દર વર્ષેની જેમ આ વર્ષે પણ સાબરકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તે ઈજાગ્રસ્ત પક્ષીઓનું કલેક્શન સેન્ટર શરુ કર્યું છે. ત્યા જ પક્ષીઓ માટે માળા અને કુંડાનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા પક્ષીઓની સારવાર અને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે સાબરકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપપ્રમુખ કાન્તિલાલ એન શાહે જણાવ્યું હતું કે 600 માટીના કુંડા અને 800 પંખીના માળા અને ઈજાગ્રસ્ત આઠ કબૂતરની સારવાર કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.