ફરિયાદ:હિંમતનગર શહેરમાં સાથે કામ કરતો શખ્સ બાઈક ચોરી ગયો

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારીગરના નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઇ

હિંમતનગર શહેરમાં કલરકામની સાઇટ ઉપર મૂકી રાખેલ બાઈક ત્રણ દિવસ અગાઉ ચોરી થતાં શોધખોળને અંતે મળી ન આવતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કારીગરના નામ જોગ ફરિયાદ નોંધાઇ હતી ગોકુલધામ બંગલોઝમાં છેલ્લા બે-ત્રણ માસથી કલરકામની સાઇટ ચાલી રહી હોવાથી અનુપસિંહ રામનાથ બગેલે કારીગરો માટે તેમનું બાઈક નંબર જી.જે-01-પીએચ-8676 સાઈટ ઉપર જ મૂક્યુ હતું અને ગત 3 તારીખે સાંજે ઘેર ગયા બાદ બીજા દિવસે સવારે સાઈટ ઉપર કામ કરતા લાલારામ કૈલાશચંદ્ર લુહારે જાણ કરી હતી કે સાઇટ ઉપર તમારું બાઈક નથી.

જેથી અનુપસિંહ લાલારામને લઈને હિંમતનગર શહેર અને આસપાસની સાઇટો પર બાઇકની શોધખોળ કરી હતી. દરમિયાનમાં માહિતી મળી હતી કે લાલારામ નો કારીગર ચિરાગ ઉર્ફે કમલેશ મેવાડાસુથાર બાઈક લઈને જતો જોવા મળ્યો હતો. જેને પગલે અનુપસિંહે ચિરાગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...