સાબરકાંઠા એલસીબીની ટીમે બાતમીના આધારે ચાંડપ ગામની સીમમાં નાકાબંધી કરી ગાજીપુર ગામ તરફથી આવતી કારને રોકી તપાસ કરતા કારમાંથી રૂ.5 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. તો કાર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ અંગે એલસીબીના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, એલસીબીની ટીમ ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની તપાસ કરી રહી હતી. તે દરમિયાન સ્ટાફના નિરીલ અને રાજેષને ખાનગી રાહે બાતમી મળી હતી. એક અર્ટીકા કાર ઇડરના ગાજીપુર થઇ ચાંડપ તરફ આવવાની છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. બાતમીના આધારે ચાંડપ ગામની સીમમાં નાકાબંધી કરીને વાહન ચેકિંગ કરતા સમયે બાતમી મુજબની અર્ટીકા કારને રોકી તપાસ કરતા તેમાં વિદેશી દારૂની 492 બોટલ મળી આવી હતી. જે કિંમત રૂ. 5 લાખનો હતો. જેમાં કારમાં બેસેલા જકવાન ઉર્ફે લાલા રેમાનમિયા ઉષ્માનમિયા શેખ (રહે-અંબર ટાવર લોખંડવાળા પાર્ટી પ્લોટ પાછળ,56 રેસિડેન્સી,જુહાપુરા,અમદાવાદ)ની ધરપકડ કરી હતી. જ્યારે કાર ચાલક મહેશ ઉર્ફે અરવિંદ(રહે-ડુંગરપુર,રાજસ્થાન) ભાગી ગયો હતો. બનાવ અંગે અર્ટીકા કાર સહીત રૂ.6 લાખ 78 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયેલા એક શખ્સ સહીત ચાલક વિરુદ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.