હિંમતનગરમાં સીનીયર સીટીઝન અને નિવૃત ખેતીવાડી અધિકારી સાથે 9.78 લાખની ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ હિંમતનગરની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. ત્રણ અલગ અલગ બેંકમાંથી 9.78 લાખની ઉપડી જતા સાયબર ક્રાઈમમાં નોધાઈ ફરિયાદ છે.
કુરિયરમાંથી વાત કરું છુ ની ખોટી ઓળખ આપીને ષડયંત્ર ઘડ્યું
હિંમતનગર શહેરના ખેડતસીયા રોડ પર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેતા નટવરભાઈ પ્રજાપતિ ક્રેડીટ કાર્ડ લેવા માટે થોડા સમય અગાઉ બેંકમાં ગયા હતા. દરમ્યાન ત્રણ બેંકના ખાતામાંથી બે દિવસમાં અજાણ્યા શખ્સે ઓનલાઈન છેતરપિંડીની કરી હતી. સીનીયર સીટીઝન અને નિવૃત ખેતીવાડી અધિકારી નટવરભાઈ પ્રજાપતિને અજાણ્ય્યા શખ્સે કોલ કરી કુરિયરમાંથી વાત કરું છુ ની ખોટી ઓળખ આપીને તમારા કુરિયરમાં ક્રેડિટ કાર્ડ કુરિયરની ડીલેવરી કરવા ખોટા બહાને કોલ કરીને ઓનલાઇનથી રૂપિયા પાંચનો ચાર્જ ભરવા માટે કહ્યું હતું. ત્યારબાદ એનીડેસ્ક તથા ક્વિક સપોર્ટનામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. તો આમ બેંક ખાતાની માહિતી, ડેબિટ કાર્ડ તથા ઓટીપી પાસવર્ડ લઈને ત્રણ બેંકમાંથી ઓનલાઇન છેતરપિંડી આચરી હતી. સીનીયર સીટીઝનના ખાતામાં 10 લાખ 23 હજાર 761 રૂપિયા હતા. જેમાંથી ફરિયાદીના બેંકના ખાતામાં અલગ-અલગ ટ્રાન્જેક્શન કરી 45 હજાર 29 રૂપિયા જમા કરાયા હતા. તો એસબીઆઇ બેંકમાંથી 9 લાખ 28 હજાર 768 રૂપિયા, એક્સીસ બેંકમાંથી 60 હજાર 135 રૂપિયા, તો સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાંથી 34 હજાર 857 રૂપિયા ત્રણ દિવસમાં ઓનલાઈન રૂપિયા 9 લાખ 78 હજાર 731 ની છેતરપિંડી આચરી હતી.
આ અંગેની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. પોલીસે ફરિયાદ નોધી આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. તો સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા થઇ રહેલા ક્રાઈમને લઈને અવેરનેશ અને જાગૃતિ કાર્યકમો કરવામાં આવી રહ્યાં છે. તેવું સાયબર ક્રાઈમના પીઆઈ જીગ્નેશ રાઠવાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.