ફરિયાદ:ઈડરના ઉમેદપુરામાં 3 ખેતરમાંથી 87 બંડલ ડ્રીપ પાઇપોની તસ્કરી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 87હજારની મુદ્દામાલ ચોરાયાની ફરિયાદ નોંધી

સાબરકાંઠા જિલ્લામાં ડ્રિપ એરીગેશન કરતાં ખેડૂતો ડ્રીપ પાઇપોના બંડલ ચોરોના તરખાટથી ફફડી રહ્યા છે. ઇડરના ઉમેદપુરામાં ગત શનિ રવિની રાત્રી દરમિયાન ત્રણ ખેડૂતોના ખેતરમાંથી ડ્રીપની નળીઓના 87 બંડલ કિં.87 હજારની ચોરી કરી લઈ જતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉમેદપુરાના ભરતભાઈ શાણાભાઈ પટેલ તા. 27-02-23 ના રોજ સવારે ઉમેદપુરાની સીમમાં આવેલ ટામેટી અને કપાસના વાવેતર વાળા ખેતરમાં જતાં ખેતરના શેઢા ઉપર મૂકેલ ડ્રિપની પાઈપોના 20 બંડલ જોવા મળ્યા ન હતા આજુબાજુમાં તપાસ કર્યા બાદ આ અંગે તેમના ભાઈ કાંતિભાઈ શાણાભાઈ પટેલને વાત કરતાં તેમણે પણ જણાવ્યું હતું કે તેમના ખેતરમાંથી 32 બંડલ ચોરાયા છે દિવસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઉમેદપુરા ગામના અન્ય એક ખેડૂત ગિરધરભાઈ શંકરભાઈ પટેલના ખેતરમાંથી 35 બંડલની ચોરી થઈ હતી.

સાગમટે ડ્રિપ પાઈપોની ચોરી થતાં રણાસણ ગામમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં પીકઅપડાલુ જોવા મળ્યું હતું. જેમાં ડ્રીપની નળીઓના બંડલ પણ જોવા મળ્યા હતા. આજુબાજુના ગામડાઓમાં તપાસ કરતાં પીકઅપ ડાલા નો નંબર જીજે-31-ટી-6442 અને ડાલાની સાઈડના ભાગે જીગર રોડવેઝ લખેલું જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...