સાબરકાંઠા જીલ્લામાં પલ્લાચર અને સિદ્ધાર્થનગર એમ બે અલગ અલગ સ્થળે ચોરીના બનાવો અંગે પ્રાંતિજ અને હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોધાઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના મહેતાપુરામાં સિદ્ધાર્થનગર વિસ્તારની રોયલ પાર્ક સોસાયટીમાં 1 લી જાન્યુઆરીની રાત્રે બંધ મકાનનું તસ્કરોએ તાળું તોડી ઘરમાં રહેલી તિજોરીમાંથી રોકડ રૂ.58 હજાર અને સોનાની ચુની આશરે 200 મિલી ગરમની રૂ.700 ની મળી કુલ રૂ.58,700 મત્તાની ચોરી કરી ફરારા થઈ ગયા હતા. જે મામલે મુકેશ હીરાભાઈ સક્સેનાએ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાંતિજના પલ્લાચર ગામે 1 લી જાન્યુઆરીની રાત્રે 6 ખેડૂતોના ખેતર પર આવેલા બોર કુવા પર લગાવેલી મોટરના કેબલ વાયરની ચોરી થઇ હતી. તો તસ્કરોએ રાત્રી દરમિયાન રાત્રે પટેલ વાસમાં રહેતા અજય દેવજીભાઈ પટેલ, બેચર નાથાભાઈ પટેલ, ભગવાનદાસ કાલીદાસ પટેલ, હસમુખ રણછોડભાઈ પટેલ, જીતેન્દ્ર પશાભાઇ પટેલ, ગાંડા હરિભાઈ સોલંકી એમ છ ખેડૂતોના ખેતર પર આવેલા અલગ-અલગ બોર કુવા પરથી અલગ-અલગ થ્રી ફેઝ કેબલ મળી 84 ફૂટ થ્રી ફેઝ કેબલ કટરથી કાપીને રૂ.2520 ની ચોરી કરી લઇ જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજય દેવજીભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.