કાર્યવાહી:હિંમતનગર, ઇડર, તલોદમાં 81 ચાઈનીઝ ફીરકી ઝડપાઈ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઇડર અને તલોદ તાલુકામાં એસઓજી તથા સ્થાનિક પોલીસે ચાઈનીઝ દોરીના વેપલા વિરુદ્ધ ડ્રાઇવ ચલાવતા 1 દિવસમાં ચાઈનીઝ દોરીનો વેપાર કરતાં પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા પોલીસે ચાઈનીઝ દોરીની કુલ 81 ફીરકીઓ કબજે લઈ પાંચ શખ્સો વિરુદ્ધ ચાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.કાટવાડ ગામના રબારીવાસમાં રહેતા સાહિલ ભાઈ નાસીર હુસેન મન્સૂરીના ઘેરથી એક થેલામાંથી મોનોસ્કાય અને વોટર પ્રુફ નોનટોક્ષિક શોકપૃફ નોન મેટાલિક વાઇબ્રન્ટ કલર્સ લખેલ 07 ફીરકી અને બીજા થેલામાંથી 05 ફીરકી ઝડપી પાડી હતી

જ્યારે એસઓજી પી.એસ.આઇ કે.બી.ખાંટે તારીખ 8/01/23 ના રોજ બપોરે સાડા ત્રણેક વાગ્યે તલોદ તાલુકાના સલાટપુર ગામે પ્રાથમિક શાળા થી આગળ જતા રોડની બાજુમાં ઊભા રહેલ રવીન્દ્રસિંહ મખુસિંહ ઝાલા પાસેથી ચાઈનીઝ દોરીની 12 ફીરકી પકડ્યા બાદ સાંજે તલોદના તળાવ પાસે રોડની સાઈડમાં ઊભા રહી ચાઈનીઝ દોરીનો વ્યાપાર કરી રહેલ જયરાજસિંહ મંગળસિંહ ચૌહાણ (રહે. રૂપાલ તા.તલોદ મૂળરહે. ઉમરી તાલુકો સતલાસણા) પાસેથી ચાઈનીઝ દોરીની 20 ફીરકી કબજે લઈ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

હિંમતનગર એ ડિવિઝન પીએસઆઈ એચએમ કાપડિયાએ મોતીપુરા તુલસી કોમ્પ્લેક્સ પાછળથી વનરાજસિંહ વિક્રમસિંહ મકવાણા પાસેથી 25 ફિરકીઓ અને ઇડર પીએસઆઇ બી એમ પટેલે બડોલી ખાતે રહેતા વિજયકુમાર મનીષભાઈ વણકર ના ઘેરથી ચાઈનીઝ દોરીની 14 ફીરકીઓ કબજે લઈ ફરિયાદ નોંધાવી હતી પોલીસને ડ્રાઇવમાં કુલ રૂ.16,200ની 81 ફીરકી ઝડપી હતી.

અન્ય સમાચારો પણ છે...