LCBની કાર્યવાહી:હિંમતનગરમાં રામનવમીની શોભા યાત્રા પર હુમલો કરનારા 8 ઝડપાયા

હિંમતનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત એપ્રિલ મહિનામાં શહેરમાં રામનવમીની શોભા યાત્રા પર હુમલો કર્યો હતો
  • બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, એલસીબીની ટીમે ઝડપ્યા

હિંમતનગર શહેરમાં ગત એપ્રિલ માસમાં રામનવમીની શોભા યાત્રા પર થયેલ હુમલા દરમિયાન વિવિધ વિસ્તારોમાં થયેલ છમકલા બાદ નોંધાયેલ ફરિયાદો અનુસંધાને પોલીસ દ્વારા હવે આરોપી બનાવાયેલ શખ્સોને પકડવાના શરૂ કરવામાં આવ્યા છે અને છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 9 જણાની અટકાયત કરાઈ છે.

સા.કાં. એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવતના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.યુ. મુરીમા પેરોલ ફર્લો સ્કોડ તથા સ્ટાફના માણસો બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં રામનવમી બાદ થયેલ રાયોટના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડવાના બાકી હોઇ માહીતી મેળવતા હતા તે દરમિયાન બાતમી મળી હતી.

આ ગુનાના આઠ આરોપીઓ હસનનગર વણજારા વાસ ખાતે હાજર છે જેથી તાત્કાલિક ટીમ બનાવી અલગ અલગ વાહનોમાં હસનનગર વણઝારા વાસ ખાતે જઇ પીએસઆઇ બી.યુ. મુરીમા અને સ્ટાફે કોમ્બીંગ હાથ ધરી ગુનાના નાસતા ફરતા આરોપીઓના નામ વેરીફાઇ કરી તપાસ હાથ ધરતા 08 શખ્સો મળી આવતા એલસીબી કચેરી લઇ જઇ વધુ પૂછપરછ કરી આગળની કાર્યવાહી માટે હિંમતનગર શહેશ બી ડિવિઝન પોલીસને સોંપ્યા હતા.

પકડાયેલા 8 આરોપી
1. નરસિંહભાઇ જીવાજી વણઝારા
2. સંજય ઉર્ફે જન્ગુ મગનજી વણઝારા
3. સુનીલ લાદુજી વણઝારા
4. અજય બદાજી વણઝારા
5. કરણ લાખાજી વણઝારા
6. સૂરજભાઇ વાઘાજી વણઝારા
7. વિજયભાઇ માંગીલાલ વણઝારા
8. અર્જુન ઉર્ફે અનીલ તેજાજી વણઝારા
(તમામ શખ્સો રહે. વણઝારાવાસ, હસનનગર, હિંમતનગર શહેર)

અન્ય સમાચારો પણ છે...