કોરોના અપડેટ:સાબરકાંઠામાં 7 કોરોના કેસ,14 દર્દીઓ ડિસ્ચાર્જ

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 58 એક્ટિવ કેસ, હિંમતનગર તાલુકામાં 5, વડાલી-તલોદમાં1-1 કેસ

સા.કાં.માં સોમવારે વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે વધુ 14 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરતાં એક્ટિવ કેસની સંખ્યા 58 થઇ છે. 7 સંક્રમિતોમાં સૌથી વધુ 5 હિંમતનગના , તલોદ અને વડાલીના 1-1નો સમાવેશ થાય છે. 7 પોઝિટિવ કેસમાંથી હિંમતનગરની વ્રજ રેસીડન્સીમાં 46 વર્ષીય પુરૂષ, શક્તિ પરઠા નજીક 55 વર્ષીય પુરૂષ, અરજનપુરામાં 48 વર્ષીય પુરૂષ, વિરાવાડામાં 50 વર્ષીય મહિલા અને 60 વર્ષીય પુરૂષ, તલોદના કઠવાડામાં 32 વર્ષીય પુરૂષ અને વડાલીના માણેક ચોકમાં 59 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે.

એપેડેમીક ઓફીસર ર્ડા. પ્રવીણ ડામોરે જણાવ્યું કે સાતેય સંક્રમિતો 32 થી 60 વયજૂથના છે જેમાં 6 પુરૂષ અને એક મહિલા છે. વ્રજ રેસીડન્સીમાં 46 વર્ષીય પુરૂષે વેક્સિનના ત્રણ ડોઝ જ્યારે અન્ય 6 જણાએ વેક્સિનના બબ્બે ડોઝ લીધા છે. કુલ 58 એક્ટિવ કેસમાંથી 51 કેસ ગ્રામ્ય વિસ્તારના છે, 7 શહેરી વિસ્તારના છે.

અન્ય સમાચારો પણ છે...