• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • 7 Accused Caught With 67 Twists Of Chinese Cord In Himmatnagar; The Accused, Who Has Been On The Run For A Year In The Prohibition Crime, Has Been Nabbed

ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે લાલ આંખ:હિંમતનગરમાં ચાઇનીઝ દોરીની 67 ફીરકી સાથે 7 આરોપી ઝડપાયા; પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

સાબરકાંઠા (હિંમતનગર)22 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લામાં ગાંભોઈ પોલીસ સ્ટેશના વિસ્તારમાં ત્રણ સ્થળેથી ચાર જણાને પોલીસે ચાઇનીઝ ફીરકી સાથે ઝડપી લીધા હતા. જ્યારે તલોદ પોલીસે ચાઈનીઝ દોરી સાથે ત્રણ જણા ઝડપાયા હતા. બંને પોલીસ સ્ટેશનમાં સાત સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તો ગાંભોઈ પોલીસે શામળાજી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ખાપરેટાથી ઝડપી લીધો હતો.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના રૂપાલ ગામના બસસ્ટેન્ડ પાસે રોડ પરથી ભાવપુરના વણકરવાસમાં રહેતા ચિંતનકુમાર પ્રણામી, મૌલિક પ્રણામી પાસે પ્લાસ્ટિકની થેલીમાં ચાઇનીઝ દોરીની ફીરકીઓ નંગ 6 જેમાં રૂ. 200ની એક ફીરકી પ્રમાણે રૂ. 1200નો મુદ્દામાલ હતો. જે કબ્જે લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો હિમતનગર ગાંભોઈમાં દરબાર ફળીમાં રહેતા ભરતસિંહ પરમારના ઘરેથી ચાઇનીઝ દોરીની રૂ. 800ની 4 ફીરકી મળી આવી હતી. તો નરેશભાઈ ઉર્ફે ડીંગો જશવંતસિંહ પરમારના ઘરેથી ચાઇનીઝ દોરીની 12 ફીરકી રૂ. 2400ની મળી આવી હતી. આમ ગાંભોઈ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 22 ફીરકી સાથે રૂ. 4400નો મુદ્દામાલ કબ્જે લઈને 4 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંભોઈ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.એમ.રબારી સ્ટાફના અમૃતભાઈ, આશિષકુમાર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી આધારે હિંમતનગરના ખાપરેટામાં વાવેતર કરવા રાખેલા હતા. ત્યાં આવતા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વીછીવાડાના બોરકા પાણીના બેચરભાઈ ઉર્ફે બેચો વેલાભાઇ ડામોરને ઝડપી લીધો હતો. જે ગાંભોઈ પોલીસ સ્ટેશન અને શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો હતો.

તલોદના વાવડી ચાર રસ્તેથી પ્લેટીના બાઈક પર ઉતરાયણના તહેવારને લઈને ચાઇનીઝ દોરીનો વેપાર કરી ચાઇનીઝ બનાવટનો મોનોસ્કાય કંપનીના દોરી રીલ નંગ 45 રૂ. 6750 સાથે વેચનાર અને લેનાર મળી ત્રણ જણા ઝડપાયા હતા. તલોદ પોલીસ સ્ટેશનમાં પ્રાંતિજના ઘડી ગામના સચિનકુમાર મકવાણા,અરવલ્લી જિલ્લાના ધનસુરાના તરાર ફળિયામાં રહેતા મહેન્દ્રકુમાર તરાર અને તલોદના સિવિલ રોડ પર આવેલ સર્વોદય સોસાયટીના પ્રકાશસિંહ રાઠોડ સામે તલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...