પોલીસ ક્રિકેટ લીગ:ક્વાર્ટર ફાઈનલમાં હિંમતનગર ગ્રામ્ય ઈલેવનનો 67 રન વિજય, સાબરકાંઠાની ત્રણ ટીમ સેમીફાઈનલમાં પહોંચી

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠા જીલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરુવારે હિમતનગર પોલીસ ગ્રાઉન્ડ પર પોશીના-ખેરોજ ઈલેવન અને હિંમતનગર ગ્રામ્ય ઈલેવન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં હિંમતનગર ગ્રામ્ય11 ટીમે 12 ઓવરમાં પોશીના-ખેરોજ11ને 83 રન પર ઓલઆઉટ કરી મેચ 67 રને જીતી હતી.

સાબરકાંઠા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિમતનગર અને ઇડર ડિવિઝનની આઠ-આઠ ટીમો વચ્ચે હિંમતનગર અને ઈડર પોલીસ ગ્રાઉન્ડ પર લીગ મેચો યોજાઈ હતી. તે બાદ ડિવિઝનની ચાર-ચાર વિજયી ટીમો વચ્ચે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ક્વાટર ફાઈનલ મેચો શરુ થઇ હતી. ગુરુવારે સવારે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર હિંમતનગર ગ્રામ્ય ઈલેવન અને ખેરોજ-પોશીના ઈલેવન વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં ખેરોજ-પોશીના ઈલેવન ટીમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. હિંમતનગર ગ્રામ્ય ઈલેવન ટીમે 14 ઓવરમાં 150 રન કર્યા હતા, જેમાં નિકુલસિંહે 121 રન કર્યા હતા. ખેરોજ-પોશીના ઈલેવનને જીતવા માટે 151 રન કરવાના હતા. જવાબમાં 12 ઓવરમાં 83 રન કરી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. હિમતનગર ગ્રામ્ય11 ટીમનો 67 રને વિજય થયો હતો, જ્યારે 121 રન કરનાર નિકુલસિંહે પાચ વિકેટ લીધી હતી.તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ અંગે જીલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાએ જણાવ્યું હતું કે લીગ મેચો પૂર્ણ થયા બાદ બુધવારે બે ટીમો જેમાં SP11 અને વડાલી11 ટીમ ક્વાર્ટર ફાઈનલમાં વિજયી થઇ હતી. તો ગુરુવારે હિંમતનગર ગ્રામ્ય 11 ટીમ વિજય થતા ટીમ સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સાબરકાંઠા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાર ટીમો વચ્ચે બે સેમીફાઈનલ મેચો શનિવારે યોજાશે અને રવિવારે સાંજે ચાર વાગે ફાઈનલ મેચ રમાશે.

અન્ય સમાચારો પણ છે...