સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આરોગ્યના કર્મચારીઓને તાલુકા હેલ્થ અધિકારી દ્વારા હેરાન પરેશાન કરવાને લઈને જિલ્લા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નહિ આવતા આવતીકાલે હિંમતનગરમાં જિલ્લા પંચાયત આગળ માસ CL પર ઉતરીને તલોદ તાલુકાના અને જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના કારોબારી સભ્યો ધરણા પ્રદર્શન કરીને આવેદનપત્ર આપશે.
તલોદ તાલુકામાં પાચ PHC અને 22 સબ સેન્ટર આવેલા છે. જેમાં FHW, MPHW, MPHS, FHS સહિત 65 કર્મચારીઓ ફરજ બજાવે છે. જેમણે તાલુકા હેલ્થ અધિકારીને વારંવાર હેરાન પરેશાન કરે છે. જેને લઈને સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળને લેખિત રજૂઆત મળ્યા બાદ મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને CDHOને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.
પરંતુ કોઈ નિરાકરણ નહિ આવતા આખરે આવતીકાલે હિંમતનગરમાં જિલ્લા આગળ ધરણા પ્રદર્શન યોજાશે. ત્યારબાદ DDO આવેદનપત્ર આપવામાં આવશે. 65 કર્મચારીઓ સાથે જિલ્લાની કારોબારીના 15 સભ્યો મળી 80 કર્મચારીઓ માસ CL મુકીને ધરણા કરશે. જે અંગે DDOને લેખિત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા જાણ કરાઈ છે.
આ અંગે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે, તલોદના તાલુકા હેલ્થ અધિકારી દ્વારા કર્મચારીઓને બદલીઓ કરાવીને મીટીંગ પણ સમય મર્યાદામાં નહિ કરીને હેરાન પરેશાન કરતા રજૂઆતને પગલે ચૂંટણી પહેલા લેખિત અને મૌખિક DDO અને CDHOને રજૂઆત ધ્યાને નહિ લઈને કોઈ નિરાકરણ નહિ આવતા આખરે માસ CL પર ઉતરીને ધરણા પ્રદર્શન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.