તસ્કરી:હિંમતનગરના સૂરજપુરામાં 6.46 લાખની ચોરીની ફરિયાદ નોંધાઇ

હિંમતનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ અગાઉ બે મકાનમાં ચોરી થઇ હતી

હિંમતનગરના સૂરજપુરામાં શુક્ર - શનિવારની રાત્રિ દરમિયાન બે મકાનમાં થયેલ ઘરફોડ પૈકી એક મકાનમાંથી રૂ.6.46 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરીની ગાંભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

સૂરજપુરા ગામના અરવિંદભાઇ અમીચંદભાઇ પટેલના મકાનમાં તા.06-05-22 ની રાત્રિ દરમિયાન મકાનની આગળના ભાગે આવેલ લોખંડની જાળી વાળો દરવાજો અને લાકડાના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ તિજોરી તોડી ડ્રોઅરમાંથી 3 તોલાનું સોનાનુ મંગળ સૂત્ર, ત્રણ તોલાની સોનાની 3 વીંટી પોણા ત્રણ તોલાની લકી દોઢ તોલાની સોનાની બુટ્ટી સોનાની એક તોલાની 4 ચીણીયો, ચાંદીના રમજા 2 જોડ, રોકડ રૂ.45 હજાર મળી કુલ રૂ.6,46,250 ની મત્તાની ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...