ધો.10નું ઉ.ગુ.નું પરિણામ:63.73%- 2022ના 62.14 ટકા કરતાં 1.59 ટકા વધ્યું, છાત્રાઓનું 15% ઊંચું પરિણામ, રેન્કર ઘટ્યાં

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા જિલ્લાનું 0.37 ટકા અને અરવલ્લી જિલ્લાનું 5 ટકા પરિણામ ઘટ્યું, બંને જિલ્લામાં 167 છાત્રોએે A-1 ગ્રેડ (90 ટકાથી વધુ) મેળવ્યો

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા ધોરણ 10ના ઓનલાઇન પરિણામમાં ઉત્તર ગુજરાતનું 63.73 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022ના 62.14 ટકા કરતાં 1.59 ટકા વધું છે. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 95.92 ટકા પરિણામ આવ્યું છે. ઉ.ગુ.માં પાસ થનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું છે, પરંતુ એ-1 ગ્રેડ પરિણામ હાંસલ કરનાર રેન્કર વિદ્યાર્થીઓ પાછલા વર્ષ કરતાં 54.36 ટકા ઘટ્યા છે. આ વર્ષે 611 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ (91 કે તેથી વધુ ટકા) હાંસલ કર્યો છે.

ગત વર્ષ 2022માં 1339 વિદ્યાર્થીઓ હતા. એટલે કે પાછલા વર્ષ કરતાં આ વર્ષે 728 રેન્કર ઘટ્યા છે. જ્યારે રાજ્યના સરેરાશ 64.62 ટકા પરિણામની તુલનાએ ઉ.ગુ.નું 0.89 ટકા ઓછું એટલે કે 63.73 ટકા પરિણામ આવ્યું છે. ઉ.ગુ.માં સૌથી ઓછું પરિણામ મહેસાણા જિલ્લાના થોળ કેન્દ્રનું 23.37 ટકા આવ્યું છે. શાળા સૂત્રોના મુજબ, ઉ.ગુ.માં વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું પાસનું પ્રમાણ અંદાજે 10 થી 15 ટકા વધુ રહ્યું છે. નોંધનીય છે કે, ઉ.ગુ.માં 41 શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે.

શૂન્ય પરિણામવાળી 18 શાળાઓ, જ્યારે 147 શાળાનું પરિણામ 30 ટકા કરતાં ઓછું આવ્યું છે. બેઝીક ગણિતની સરખામણીએ સ્ટાન્ડર્ડ ગણિતમાં વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે. અંગ્રેજી અને ગુજરાતીમાં પણ પરિણામ સારું રહેતાં એવરેજ પાસ થનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું હોવાનું વિષય તજજ્ઞોએ જણાવ્યું હતું.

25 મે ગુરુવારે સવારે ધો-10નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સાબરકાંઠાનું 59.03 ટકા પરિણામ જાહેર કરાયું હતું. જેમાં 107 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ સાથે ઝળહળતો દેખાવ કર્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 30 પરીક્ષા કેન્દ્રોનું સરેરાશ 64 ટકા જ્યારે શહેરી વિસ્તારના6 કેન્દ્રોનું સરેરાશ 56 ટકા પરિણામ જાહેર થયું હતું. તે પૈકી ઉમેદગઢ કેન્દ્રનું સૌથી વધુ 75.18 ટકા અને મહિયલ કેન્દ્રનું સૌથી ઓછું 42.74 ટકા પરિણામ આવ્યું હતું. જિલ્લાનું ધો.10 નું ઓવર ઓલ પરિણામ ગત વર્ષ જેટલું જ આવ્યું છે.

પરંતુ એ-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 54 ટકા જેટલી ઘટી ગઈ છે. વર્ષ 2017 થી 2020 સુધી ચાર વર્ષ દરમિયાન એ-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 26 થી 70 સુધી જળવાઈ રહી હતી. ત્યારબાદ વર્ષ 2021 માં શાળાઓની આંતરિક પરીક્ષાઓને આધારે થયેલ મૂલ્યાંકનને પગલે એ-1 ગ્રેડ મેળવનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. આ વર્ષે જિલ્લાના 107 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જે છ વર્ષ કરતાં ત્રણ ગણો છે.

બીજી રસપ્રદ માહિતી એવી જોવા મળી રહી છે કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 30 પૈકી 20 પરીક્ષા કેન્દ્રોનું પરિણામ ઘટવા છતાં સરેરાશ 64 ટકા પરિણામ આવ્યું છે જ્યારે શહેરી વિસ્તારના હિંમતનગર અને ઈડર કેન્દ્રોમાં ત્રણ થી પાંચ ટકાનો સુધાર થવા છતાં 6 કેન્દ્રોનું સરેરાશ 56 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ખેડબ્રહ્મા કેન્દ્રનું 7.56 ટકા પરિણામ નીચું આવતા 43.37 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને તલોદ કેન્દ્રનું પણ 49.05 ટકા પરિણામ જાહેર થયું છે.

ગણિત-વિજ્ઞાન કરતાં ભાષાનાં ત્રણ વિષયમાં ઓછું ધ્યાન આપતાં એ-1 ગ્રેડમાં છાત્રો ઘટ્યાં
પરિણામ ગત વર્ષની તુલનાએ સારું આવ્યું છે, પેપર પ્રમાણમાં સરળ હતાં તેમાં પાસિંગ પરિણામ સારું વધ્યું છે. જોકે, 90 ટકાથી વધુ એટલેકે એ-1 ગ્રેડમાં વિદ્યાર્થીઓ ખાસ્સા ઘટ્યા છે. જે માટે તજ્ઞજ શિક્ષકોના મતે, હોંશિયાર વિદ્યાર્થીઓ સાયન્સના વિષયોમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ઉપર વધુ ધ્યાન આપતા હોય છે. જ્યારે ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત કે હિન્દી ભાષાના વિષયોમાં ઓછું ધ્યાન આપતાં સાયન્સના વિષય કરતાં ભાષામાં ઓછા ગુણના કારણે 90 ટકાથી ઉપર નહીં પહોંચી શકતાં એ-1 ગ્રેડમાં વિદ્યાર્થીઓ ઘટ્યા છે.

ઉ.ગુ.નું પરિણામ... 1,11,633 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 71,144 પાસ, 40,489 નાપાસ

વિદ્યાર્થીઅરવલ્લીબનાસકાંઠામહેસાણાપાટણસાબરકાંઠાકુલ
નોંધાયેલા1570338731250151451218851112812
પરીક્ષાર્થી1543338480247551437418591111633
એ-16021616266107611
એ-2555177715135568745275
બી-11414435328191336179711719
બી-22772699241912329179718081
સી-13281812747652942353822653
સી-21504398623861627173011233
ડી511861238068508
ઇ-1*100012
ઇ-13027809956233446440924604
ઇ-22768474431731992320815885
પાસ9638256371595989361097471144
ટકા62.4566.6264.4762.1759.0363.73